ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામસેવાકેન્દ્ર ભલાડાની સ્થાપના ઇસ.૧૯૪૨ માં પૂજ્ય સ્વ.શ્રી.રાવજીભાઈ નાથાભાઈ પટેલે કરી.તેઓ મૂળ સોજીત્રાના વતની હતા.ત્યાર બાદ તેમની સાથે સ્વાતંત્ર સેનાની સ્વ.શ્રી મતિ કાશીબેન પરશોતમદાસ પટેલ,ચુનીદાદા,મરઘાદાદા.ડાહી બા ,ભાનુ દાદી સાથે મળી કન્યા કેળવણી તથા ગ્રામોધાર ના કાર્યો કર્યા.
ઇસ.૧૯૫૨ માં સર્વોદય કન્યા છાત્રાલય ની સ્થાપના થઇ . ઇસ.૧૯૭૭-૭૮ માં સ્વ.તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ આશ્રમશાળા ભલાડાના મકાનનું ખાતમુરત કર્યું.જેમાં ધોરણ -૧ થી ૮ નિવાસી શાળા છે. સંસ્થા માં અત્યારે ચોખા,શાકભાજી,દૂધ,ગોબર ગેસ ધ્વારા રાંધણ ગેસ,અંબર ચરખા ધ્વારા વસ્ત્ર સ્વાવલંબન વગેરે પ્રવૃત્તિઓ સંસ્થા કરી રહી છે.
No comments:
Post a Comment