આપણું ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે.
ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશો ને રષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધીઅને પકિસ્તાન ને મહમદ અલી ઝીણા. આ બન્ને વ્યક્તી સૌરાષ્ટ્ર ની છે, તથા બન્ને વ્યક્તીના દાદા વૈષ્ણવ સમ્પ્રદાયના સેવક હતા (સંદર્ભ????). આ ઉપરાંત ગુજરાતે ભારત ને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.
ઇતિહાસ:
પૌરાણિક ગુજરાત
વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.ઐતિહાસિક ગુજરાત
લોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રીલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.પશ્ચિમી શાસન
યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. પણ મોટાભાગના ગુજરાતનું અનેક નાના નાના રજવાડાઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મરાઠા ગાયકવાડ નો આ રજવાડાંઓમાં સમાવેશ થાય છે. આ રજવાડાંઓ જનતા પર રાજ કરતા પણ અંગ્રેજી હકુમત માનતા.ભારતની આઝાદી પછીનું ગુજરાત
૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું હતું. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફનો થયાં. જે રમખાણોમાં ૨૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજાવયા હતાં.
ભૂગોળ
ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે. ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક અને ઇશાન દીશામાં રણ જેવું છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરીયા કીનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે.
જિલ્લાઓ
ભારતનાં મહત્વના રાજ્ય ગુજરાતમાં કુલ ૨૬ જિલ્લાઓ આવેલ છે.
જિલ્લા કોડ | જિલ્લાનું નામ | મુખ્યમથક (શહેર) | કુલ વસ્તી (૨૦૦૧) | ક્ષેત્રફળ (ચો.કિ.મી.) | વસ્તીની ગીચતા (/ચો.કિ.મી.) |
---|---|---|---|---|---|
AH | અમદાવાદ | અમદાવાદ | ૫૮,૦૮,૩૭૮ | ૮,૭૦૭ | ૬૬૭ |
AM | અમરેલી | અમરેલી | ૧૩,૯૩,૨૯૫ | ૬,૭૬૦ | ૨૦૬ |
AN | આણંદ | આણંદ | ૧૮,૫૬,૭૧૨ | ૨,૯૪૨ | ૬૩૧ |
BK | બનાસકાંઠા | પાલનપુર | ૨૫,૦૨,૮૪૩ | ૧૨,૭૦૩ | ૧૯૭ |
BR | ભરૂચ | ભરૂચ | ૧૩,૭૦,૧૦૪ | ૬,૫૨૪ | ૨૧૦ |
BV | ભાવનગર | ભાવનગર | ૨૪,૬૯,૨૬૪ | ૧૧,૧૫૫ | ૨૨૧ |
DA | દાહોદ | દાહોદ | ૧૬,૩૫,૩૭૪ | ૩,૬૪૨ | ૪૪૯ |
DG | ડાંગ | આહવા | ૧,૮૬,૭૧૨ | ૧,૭૬૪ | ૧૦૬ |
GA | ગાંધીનગર | ગાંધીનગર | ૧૩,૩૪,૭૩૧ | ૬૪૯ | ૨,૦૫૭ |
JA | જામનગર | જામનગર | ૧૯,૧૩,૬૮૫ | ૧૪,૧૨૫ | ૧૩૫ |
JU | જૂનાગઢ | જૂનાગઢ | ૨૪,૪૮,૪૨૭ | ૮,૮૩૯ | ૨૭૭ |
KA | કચ્છ | ભુજ | ૧૫,૨૬,૩૨૧ | ૪૫,૬૫૨ | ૩૩ |
KH | ખેડા | ખેડા | ૨૦,૨૩,૩૫૪ | ૪,૨૧૫ | ૪૮૦ |
MA | મહેસાણા | મહેસાણા | ૧૮,૩૭,૬૯૬ | ૪,૩૮૬ | ૪૧૯ |
NR | નર્મદા | રાજપીપળા | ૫,૧૪,૦૮૩ | ૨,૭૪૯ | ૧૮૭ |
NV | નવસારી | નવસારી | ૧૨,૨૯,૨૫૦ | ૨,૨૧૧ | ૫૫૬ |
PA | પાટણ | પાટણ | ૧૧,૮૧,૯૪૧ | ૫,૭૩૮ | ૨૦૬ |
PM | પંચમહાલ | ગોધરા | ૨૦,૨૪,૮૮૩ | ૫,૨૧૯ | ૩૮૮ |
PO | પોરબંદર | પોરબંદર | ૫,૩૬,૮૫૪ | ૨,૨૯૪ | ૨૩૪ |
RA | રાજકોટ | રાજકોટ | ૩૧,૫૭,૬૭૬ | ૧૧,૨૦૩ | ૨૮૨ |
SK | સાબરકાંઠા | હિંમતનગર | ૨૦,૮૩,૪૧૬ | ૭,૩૯૦ | ૨૮૨ |
SN | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | ૧૫,૧૫,૧૪૭ | ૧૦,૪૮૯ | ૧૪૪ |
ST | સુરત | સુરત | ૪૯,૯૬,૩૯૧ | ૭,૬૫૭ | ૬૫૩ |
TA | તાપી | વ્યારા | ૭,૭૬,૮૭૬ | ૩,૦૪૦ | - |
VD | વડોદરા | વડોદરા | ૩૬,૩૯,૭૭૫ | ૭,૭૯૪ | ૪૬૭ |
VL | વલસાડ | વલસાડ | ૧૪,૧૦,૬૮૦ | ૩,૦૩૪ | ૪૬૫ |
શહેરો
ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વિગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે.
કુદરતી વિસ્તારો
ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બરડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું નાનું રણ,કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.
એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જિલ્લાનાં સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.
મહત્વની નદીઓ
- અંબિકા નદી
- આજી નદી
- ઊંડ નદી
- ઓઝત નદી
- ઓરસંગ નદી
- ઔરંગા નદી
- કનકાવતી નદી
- કરજણ નદી
- કાળુભાર નદી
- કીમ નદી
- ખારી નદી
- ઘી નદી
- ઘેલો નદી
- ઢાઢર નદી
- તાપી નદી
- દમણગંગા નદી
- ધાતરવડી નદી
- ધોળીયો નદી
- નર્મદા નદી
- નાગમતી નદી
- પાનમ નદી
- પાર નદી
- પુર્ણા નદી
- પુષ્પાવતી નદી
- ફાલ્કુ નદી
- ફુલઝર નદી
- બનાસ નદી
- બ્રાહ્મણી નદી
- ભાદર નદી
- ભાદર નદી
- ભુખી નદી
- ભોગાવો નદી
- મચ્છુ નદી
- મછુંદ્રી નદી
- મહી નદી
- મહોર નદી
- માઝમ નદી
- માલણ નદી
- મીંઢોળા નદી
- મેશ્વો નદી
- રંઘોળી નદી
- રાવણ નદી
- રુકમાવતી નદી
- રૂપેણ નદી
- વાત્રક નદી
- વિશ્વામિત્રી નદી
- શિંગવડો નદી
- શેઢી નદી
- શેત્રુંજી નદી
- સની નદી
- સરસ્વતી નદી
- સાબરમતી નદી
- સાસોઇ નદી
- સુકભાદર નદી
- હાથમતી નદી
- હિરણ નદી
રાજકારણ
ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ) નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું. ૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યાં. શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યો અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતો આવ્યો છે. કેશુભાઇએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. નરેન્દ્ર મોદી હિંદુત્વના સમર્થક નેતા છે. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નિકળ્યા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું હતું પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી તેમની નીમણુંક થઇ અને ત્યારથી તે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બેઠેલા છે. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી છે. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી.અર્થતંત્ર
ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે. ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દૂધસાગર ડેરી એ વિશ્વની સૌથીમોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.
શૈક્ષિણક સંસ્થાનો
અમદાવાદમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ પોતાના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૭૦ જેટલા ગુરુકુલોનુ પણ શૈક્ષિણક ક્ષેત્રે ખુબ મોટુ યોગદાન છે.જન જીવન
અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી, અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔધ્યોગીકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ, બિહાર અને દક્ષિણ ભારતમાંથી પુષ્કળ લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.સૌથી મોટુ
- જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ
- જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮
- પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
- મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
- ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
- ડેરી: અમુલ ડેરી, આણંદ
- મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
- લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
- યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
- સિંચાઇ યૉજના: સરદાર સરોવર
- બંદર: કંડલા
- હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
- શહેરઃ અમદાવાદ
- રેલવે સ્ટેશન: અમદાવાદ
- સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)
- સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
- પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
- દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
- ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર
- વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
- મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
- મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
- ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મેહસાણા જિલ્લો
ગુજરાતના જોવાલાયક સ્થળો
ધાર્મિક સ્થળો/યાત્રાધામો
નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી આપને અહીં જોવા મળશે.- સોમનાથ
- શામળાજી, તા. સાબરકાંઠા
- કનકાઈ-ગીર
- પાલીતાણા
- પ્રભાસ-પાટણ
- ડાકોર
- પાવાગઢ
- દ્વારકા
- અંબાજી
- બહુચરાજી
- સાળંગપુર
- ગઢડા
- વડતાલ
- નારેશ્વર
- ઉત્કંઠેશ્વર
- સતાધાર
- પરબધામ, તા. ભેસાણ
- ચોટીલા
- વીરપુર
- તુલસીશ્યામ
- સપ્તેશ્વર
- અક્ષરધામ, ગાંધીનગર
- બગદાણા
- ગિરનાર
- તરણેતર
- સંતરામ મંદિર, નડીઆદ
- કબીરવડ, ભરુચ
- માટેલ, તા. મોરબી
પર્યટન સ્થળો
વન્ય-જીવન માંટેના આરક્ષીત સ્થળો
ઔદ્યોગિક કેન્દ્રો
પુરાતત્વીક સ્થળો
ગુજરાતી વર્તમાનપત્રો
- ગુજરાત સમાચાર
- સંદેશ
- ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ
- દિવ્ય ભાસ્કર દૈનીક
- કચ્છમિત્ર
- અકિલા
- [ફુલછાબ]
- અવધ ટાઇમ્સ દૈનીક
- મુંબઈ સમાચાર
ગુજરાતી સામાયિકો
- જનકલ્યાણ- જીવનવિકાસલક્ષી સામાયિક
- શક્તિ દર્શનમ્-ધર્મપ્રેમી વાચકો માટેનું સામાયિક
બાહ્ય કડીઓ
મહાનુભાવો
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
- લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ
- પાકિસ્તાનનાં રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણા
No comments:
Post a Comment