Clipart ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામ સેવા કેન્દ્ર ભલાડા. તા. માતર જી.ખેડા. બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ભલાડાનું ૧૯૭૭-૭૮ માં સ્વ.તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ એ મકાનનું ખાતમુરત કર્યું.

સુવિચાર : સારી રીતે જીવી જાણે તે સાચો કલાકાર છે - ગાંધીજી.....સાચું બોલવાની પણ એક રીત હોય છે, તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ ....... માતાનું હ્રદયએ બાળકની પાઠશાળા છે..... મુશ્કેલીઓનો સામનો કરવો તેનું નામ જીદગી..... વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી..... પોતાના દોસને પોતાની પહેલા મરવા દો.....પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે......મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે…...... મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર.....જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.–ડબલ્યુ એમ. ઈવાર્ટસ......બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.–ચાણક્ય......પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ......હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.–સ્વામી વિવેકાનંદ.......બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.–ડેલ કાર્નેગી.......સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.–ખલીલ જિબ્રાન........કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.-જે. કૃષ્ણમૂર્તિ...... જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી......... આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. –ચાણક્ય.........જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? –બબાભાઈ પટેલ...........પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ. –રવીન્દ્રનાથ ટાગોર.......... જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. –ગુરુ નાનક............ માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. –ઉમાશંકર જોશી.......... કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. –હરીન્દ્ર દવે.......... જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. –ડૉંગરે મહારાજ......... ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. –થોમસ પેઈન........... ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ? –રવીન્દ્રનાથ ટાગોર......... હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. –આલબર્ટ આઈન્સ્ટાઈન......... જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. –શ્રીમદ્ રાજચંદ્ર.......... આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઈટૉન............. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. –ફાધર વાલેસ........... આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ........... બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. –વિનોબાજી........... વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. –શ્રી મોટા........... જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ? –શેખ સાદી........... મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ? –ગોનેજ........... આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. –સ્વેટ માર્ડન........... જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. –ધૂમકેતુ........... કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે. –ગોલ્ડ સ્મિથ........... ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. –પ્રેમચંદ........... દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. –રવીન્દ્રનાથ........... ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. –રહીમ........... ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. –ગાંધીજી........... જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. –કાંતિલાલ કાલાણી........... મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. –મધર ટેરેસા........... માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. –ફાધર વાલેસ........... મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. –રવીન્દ્રનાથ ટાગોર........... તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું ! –રાજેશ વ્યાસ ‘મિસ્કીન’........... જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે. –એડવિંગ ફોલિપ........... કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. –મોરારજી દેસાઈ........... હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. –ચાલટેન હેસ્ટન........... માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. –ડૉ. રાઘાકૃષ્ણન........... વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ........... દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. –લોકમાન્ય ટિળક........... દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. –ધૂમકેતુ........... આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. –જોન ફ્લેયર........... જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. –શંકરાચાર્ય........... જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. –શ્રીમદ્ રાજચંદ્ર........... ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? –કવિ કાલિદાસ........... જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. –આરિફશા........... એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં. –શરત્ચંદ્ર........... સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે. –કવિ કલાપી........... એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય. –લોવેલ........... સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી. –ચાણક્ય........... આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે. –અર્લ વિલ્સન........... જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ. –ખલિલ જિબ્રાન........... જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે. –લૂઈ જિન્સબર્ગ........... આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો. –જનરલ એબ્રગોન........... ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. –સરદાર પટેલ........... જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે. –જેરેમી ટેસર...........

Sunday, 22 April 2012

સાયબર દુનિયા

 
માઉસની પાંખે બ્રહ્માંડદર્શન

                           તમારા કમ્પ્યૂટરના સ્ક્રીનમાં સમાઇ જાય એવડા ટચૂકડા, પણ આખા બ્રહ્માંડમાં ઊંડે સુધી નજર ફેરવી શકાય એવી જબરજસ્ત ક્ષમતાવાળા વર્લ્ડવાઇડ ટેલિસ્કોપની મદદથી. આ વર્લ્ડવાઇડ ટેલિસ્કોપ વાસ્તવમાં એક વેબ ૨.૦ વિઝયુઅલાઇઝેશન સોફ્ટવેર છે, જે તમારા કમ્પ્યૂટરને ટેલિસ્કોપમાં ફેરવી નાખે છે. આ સોફ્ટવેર એક વેબસાઇટ (www.worldwidetelescope.org) સ્વરૂપે અથવા ડાઉનલોડ કરી શકાય એવા સ્વરૂપમાં ઉપલબ્ધ છે. એને ચાલુ કર્યા પછી, પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં તરતાં મૂકાયેલાં બેસ્ટ ટેલિસ્કોપ્સ જે ઇમેજીસ કેપ્ચર કરી રહ્યાં છે એ તમે તમારા કમ્પ્યૂટર પર જોઈ શકો છો.
તમે કલ્પના કરી શકો છો? દુનિયાભરનાં ટેલિસ્કોપ્સ જે ઇમેજ અને ઇન્ફર્મેશન એકઠી કરે છે એ ટેરાબાઇટ્સમાં પહોંચતો ડેટા બિલકુલ સીમલેસ અને રીચ મીડિયા એક્સપીરિયન્સ તરીકે આપણે ઘેરબેઠાં જોઈ શકીએ છીએ  ઇન્ટરનેટની મદદથી!
માઇક્રોસોફ્ટે ડેવલપ કરેલા હાઇ પરફોર્મન્સ વિઝયુઅલ એક્સપીરિયન્સ એન્જિનની મદદથી ચાલતું આ વર્લ્ડવાઇડ ટેલિસ્કોપ ખરા અર્થમાં બ્રહ્માંડદર્શન કરાવે છે. આપણી આ કોલમ/વેબસાઇટનું સૂત્ર છે એમ  નવું જાણવા ને ઘણું માણવાની ઇચ્છા હોય તો માઉસને આપો પાંખો અને આકાશને પાર કરી, અવકાશમાં કરો સફર! માઉસ ફેરવતા જાઓ અને અફાટ અસીમ અવકાશ તમારી સમક્ષ ખૂલતું જશે, જુદા જુદા તારા કે ગ્રાહો પર પહોંચો અને ઝૂમ ઇન કરો! દરેક ઓબ્જેક્ટ માટે, માત્ર માઉસના ઇશારે તમને અલગ અલગ સ્ત્રોતમાંથી પાર વગરની માહિતી પણ મળી રહેશે.
સાઇટ પર સમજાવ્યું છે કે આ ટેલિસ્કોપ કે ટેક્નોલોજી વાસ્તવમાં કેટલી પાવરફૂલ છે એ સમજવા માટે એટલું જાણી લો કે દરેક અવકાશી પદાર્થ અત્યંત વિશાળ રૅન્જની વેવલેન્થમાં ઊર્જા વિખેરતા હોય છે, જે રેડિયોવેવ્ઝ, કે ઇન્ફ્રારેડ કિરણો કે ઓપ્ટિકલ, અલ્ટ્રાવાયોલેટ કે એક્સરે અને ગામારેના સ્વરૂપમાં હોઈ શકે છે. આ અવકાશી પદાર્થોનાં ભૌતિક રહસ્યો જાણવાં હોય તો અનેક અલગ અલગ વેવલેન્થ પર થયેલાં અવલોકનો, સંશોધનોને એકસૂત્રે સાંકળવાં અનિવાર્ય છે. બસ આ કામ આ વર્લ્ડવાઇડ ટેલિસ્કોપ શક્ય બનાવે છે!
સાઇટ પરથી તમે અવકાશની ગાઇડેડ ટુર પર પણ જઈ શકો છો. જુદા જુદા અવકાશવિજ્ઞાનીઓની કોમેન્ટરી સાથેની આ ટુરમાં અપાતી માહિતી કદાચ આપણી સમજની બહાર રહેશે, પણ કમ સે કમ, આપણા અસ્તિત્વ અને બ્રહ્માંડમાં આપણા સ્થાન વિશે આપણને વિચારતા જરૂર કરી દે તેમ છે.
સાઇટ પર પહોંચીને તમે કાં તો આ સોફ્ટવેર ડાઉનલોડ કરી લો અથવા વેબક્લાયન્ટને જ ચાલુ કરીને ઝંપલાવો. શરૂઆતમાં માઉસ કે કીબોર્ડની મદદથી ટેલિસ્કોપને કેવી રીતે નેવિગેટ કરવું એની સમજ આપતું એક બોક્સ ખૂલશે, એને ધ્યાનથી વાંચી જજો. સ્ક્રીનમાં ઉપર અને નીચે જુદી જુદી થમ્બ ઇમેજીસ આપી છે તેના પર ડબલ ક્લિક કરીને સીધા જે તે ગ્રાહ કે તારા પર પહોંચી શકશે.
જોેકે એક તો સાયન્સ અને એમાં પાછો ખગોળશાસ્ત્ર જેવો ગહન વિષય એટલે શરૂઆતમાં તો કશું જ મગજમાં ઉતરશે નહીં. એમાં જો બાજુમાં ખરું જિજ્ઞાસુ ટાબરિયું હશે તો એ પણ પૂછપૂછ કરીને માથું ખાશે, પણ ધીરજથી આગળ વધશો તેમ તેમ બધું સ્પષ્ટ થતું જશે.

ચાલો સ્પેસની સફરે
કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા. સ્ટીલેરિયમમાં તમે પૃથ્વી પર રહીને અવકાશમાં નજર નાખી શકો છો, જ્યારે સેલેસ્ટિયા એવું સોફ્ટવેર છે, જેની મદદથી તમે આખી સોલર સિસ્ટમમાં સફર કરી શકો છો, એક લાખ જેટલા તારાની નજીક પહોંચી શકો છો અને ગેલેક્સીની પણ આગળ જઈ શકો છો! સોફ્ટવેર ૩૩ એમબીનું છે, પણ મફતમાં ડાઉનલોડ કર્યા પછી જલસો છે.
બ્રહ્માંડમાં તમને રસ પડતો હોય તો નાસાની સાઇટ તો તમે જોઈ જ હશે - જેમ આપણે નાસાના ફેન છીએ એમ નાસા ટ્વીટરનું ફેન હોય એવું લાગે છે. ગયા અઠવાડિયે નાસાએ એટલાન્ટિસ સ્પેસ શટલ લોન્ચ કર્યું ત્યારે તેનું લાઇવ ટ્વીટિંગ થાય એવી વ્યવસ્થા ગોઠવી હતી. મે મહિનામાં, એક એસ્ટ્રોનોટે સ્પેસમાંથી ટ્વીટ મોકલી હતી! નાસા વિશે ખૂણાખાંચરાની વિગતો જાણવાને નાસાને ટ્વીટર પર ફોલો કરોનાસાની સાઇટમાં ફોર સ્ટુડન્ટ્સવિભાગ જોવાનું પણ ચૂકશો નહીં.
હવે વાત ત્રીજી સાઇટની. ક્યારેક ને ક્યારેક એવું તો બન્યું જ હશે કે આકાશમાં કોઈ ચમકતા તારા જેવું કંઈક સતત ગતિ કરતું જોઈને તમને વિસ્મય થયું હશે. તારો હોય તો સ્થિર હોય અને પ્લેન હોય તો એટલું બધું ચે પણ ન હોય. વાસ્તવમાં એ ઉપગ્રહ હોય છે. નિષ્ણાતો કહે છે કે લગભગ ઉપગ્રહ, સ્પેસ સ્ટેશન જેવા ૧૦૦ જેટલા ઓબ્જેક્ટ્સ, પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય એટલી નીચી ભ્રમણકક્ષામાં પૃથ્વી ફરતે ફરે છે. એમાંના અમુક, જેમ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઇએસએસ તો એટલું તેજસ્વી છે કે સહેલાઈથી જોઈ શકાય છે. સાફ આકાશવાળી રાતે આવા ઓબ્જેક્ટ્સ વધુ સહેલાઈથી જોઈ શકાય છે. આવા ઓબ્જેક્ટ્સ પૃથ્વીથી ઘણી ચાઈએ હોવાથી ક્યારેક પૃથ્વીની બીજી તરફ રહેલા સૂર્યનો પ્રકાશ ઓબ્જેક્ટની સોલાર પેનલ પર પડતાં એ એકદમ ચમકી ઠે છે.
આટલે સુધી વાંચીને, આવું કંઈક જોયાનો જૂનો અનુભવ યાદ કરીને બેસી રહેશો કે નરી આંખે ઉપગ્રહ કે સ્પેસ સ્ટેશન જોવાનો ઉત્સાહ જાગ્યો છે? બાળકો માટે તો આ ખરેખર રોમાંચક અનુભવ બની શકે છે. ઇન્ટરનેટની કૃપાથી અને અવકાશવિજ્ઞાનનો વધુ ને વધુ પ્રસાર થાય એમાં રસ ધરાવતા કેટલાક લોકોની મહેનતથી, હવે આપણે આપણા શહેર કે ગામમાંથી ક્યારેઉપગ્રહ જોઈ શકીએ તે જાણવું શક્ય બન્યું છે. પહોંચી જાઓ આ સાઇટ પર. આ સાઇટ પર જુદા જુદા ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સની ભ્રમણકક્ષામાંની સ્થિતિ સતત અપડેટ કરતાં ડાયનેમિક પેજીસ છે. કામ સહેલું બનાવવા માટે સૌથી પહેલાં સાઇટના હોમપેજ પર નીચે આપેલી હેલ્પની લિંક શોધીને એ ધ્યાનથી વાંચી જજો. આ લખનારને, ઉપગ્રહ જોવાનો જાતઅનુભવ કરવાનો લ્હાવો નથી મળ્યો, પણ ભારતમાંથી ઉપગ્રહ જોઈ તો શકાશે જ.
આ બધી સાઇટ, આપણે તેના ઉપયોગમાં બહુ ઊંડા ઊતરીએ કે ન ઊતરીએ, આપણી જિજ્ઞાસા અને કુતૂહલને વધુ સતેજ તો ચોક્કસ કરે છે. મોટેરાં માટે આ સાઇટ્સ મસ્ત છે, પણ વિદ્યાર્થીઓ માટે તો મસ્ટ છે!
ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?
આઇપીએલમાં બેટ્સમેન ચોગ્ગો મારે ત્યારે દડો બાઉન્ડ્રી પર પહોંચે એ સાથે ત્યાં મૂકેલા એલસીડી સ્ક્રીન પર જાહેરાત ઝબૂકવા લાગે એ જોઈને, એલસીડી સ્ક્રીન કેમ અને કેવા રો મટીરીયલમાંથી બનતા હશે એવું કૂતુહલ કેમ જાગતું નહીં હોય?
આવા સવાલો  કદાચ ઉઠતા પણ હશે, પણ ઉડાઉ, ઉપરછલ્લા કે અધકચરા જવાબો સાંભળી સાંભળીને  આપણે સવાલો કરવાનું છોડી દીધું હોય એવું પણ બને!
હવે તમે આ સ્થિતિ ઉલટાવી શકો છો, આ વેકેશનમાં. www.madehow.com સાઇટ પર જગતભરની અસંખ્ય ચીજવસ્તુઓ કેવી રીતે બને છે એની પાર વગરની માહિતીનો ભંડાર ભર્યો છે. નાના દીકરા કે દીકરીની જિજ્ઞાસા સારી રીતે સંતોષવા માગતા મમ્મીપપ્પાથી માંડીને એન્જિનીયરિંગના સ્ટુડન્ટ્સ કે નિવૃત્ત થયા પછી પણ શિક્ષકપણું જાળવી રાખનારા અધ્યાપકો સુધીના સૌ કોઈને મજા પડી જાય એટલી વિગતવાર માહિતી આ સાઇટ પર છે.
ટૂંકમાં, આ સાઇટ પર કુલ સાત વોલ્યુમમાં એથી ઝેડ સુધીની, એરબેગ, એસી, કાર, ચોક, ચીઝ, ચ્યૂઈંગ ગમ, સિક્કા, સીડી, ક્રેડિટ કાર્ડ, એન્જિન, હેલિકોપ્ટર, લેસર પોઇન્ટર, એલસીડી, પુસ્તક, ન્યૂક્લીયર સબમરીન, રંગ, વગેરે વગેરે સંખ્યાબંધ ચીજવસ્તુઓનો ઇતિહાસ, એને બનાવવા માટે જરૂરી રો મટીરીયલ, ઉત્પાદનની પ્રક્રિયાની સાદી સમજ તેમ જ વધારાના સંદર્ભ આપવામાં આવ્યા છે. બ્લોગની જેમ, અહીં લેખના અંતે વાચકો પોતાના અભિપ્રાય આપી શકે છે. જેમ કે, બોલબેરિંગ વિશેના લેખના અંતે એક એન્જિનીયરિંગના સ્ટુડન્ટ અને બોલબેરિંગ કંપનીમાં તાજા જ જોડાયેલા એવા બે ભારતીય વાચકોએ લખ્યું છે કે આ લેખ એમને બહુ ઉપયોગી લાગ્યા.
સાઇટનું સ્ટ્રક્ચર બ્લોગ પ્રકારનું જ છે અને વિઝયુઅલી  બિલકુલ આકર્ષક નથી, પણ અહીં જે મહત્ત્વ છે એ ટેક્સ્ટનું જ છે. અલબત્ત, જે તે ઉત્પાદન પ્રક્રિયા સમજવામાં મદદરૂપ થાય એવા ચાટર્સ સામેલ છે. જે તે વિષયમાં થોડા વધુ ઊંડા ઊતરવું હોય તો એ લેખ વિશેના ફોરમમાં તમે જઈ શકો છો. ત્યાં તમે તમારા પ્રશ્નો પૂછી શકો કે બીજાના સવાલજવાબમાં ખાંખાંખોળાં કરી શકો.
ખાટલે મોટી ખોડ એ છે કે આ સાઇટ તૈયાર કરનાર  કંપની કે તેના માહિતી સ્ત્રોત વિશે લગભગ કોઈ ઉલ્લેખ નથી. થોડી ખણખોદ પછી એટલી ખબર પડી કે એડવામેગ નામની એક અમેરિકન કંપની આ પ્રકારની ઇન્ફર્મેશન ડેટાબેઝ ધરાવતી જુદી જુદી ઘણી સાઇટ તૈયાર કરે છે અને એમાંની એક સાઇટ www.city-data.com અમેરિકાની ટોચની ૧૦૦ સૌથી મોટી સાઇટ્સમાંની એક છે.
ઇસકો લગા ડાલા, તો કમ્પ્યૂટર ઝીંગાલાલા!
કમ્પ્યૂટરના આ બીજા પ્રકારના કચરાની સફાઈ માટે કરવું શું? સીક્લિનર નામનું એક સરસ સોફ્ટવેર છે, વિશ્વભરમાં ૭૦ કરોડ જેટલા લોકોએ એ ડાઉનલોડ કર્યું છે  તમે પણ કરો (www.piriform.com/ccleaner) અને બેત્રણ ક્લિકમાં કમ્પ્યૂટરની નિયમિત સફાઈ કરતા રહો. સોફ્ટવેર વિશ્વની અગ્રાગણ્ય કંપનીઓ દ્વારા ટ્રસ્ટેડ કેટેગરીમાં મૂકાયેલું છે, અને ફ્રી છે! અલબત્ત, છે સોફ્ટવેર એટલે તમારી અગત્યની ફાઇલ્સનો બેકઅપ લઈને પછી ઇસ્ટોલ કરજો. સોફ્ટવેરનો ઉપયોગ બિલકુલ સરળ છે.
                                               ઇન્ટરનેટ પર લખો
તમે પોતે ત્રણચાર સાઇટ જોઈ અને એમાં એકમાં આપેલી માહિતી જોઈને તમને લાગ્યું કે બીજા મિત્રો સાથે શેર કરીને તેના વિચાર જાણવા જોઈએ. જૂનો રસ્તો, એ પેજની લિંક મિત્રોને મેઇલ કરવાનો છે. નવો રસ્તો, એ વેબસાઇટ પર એક નોટ ચોંટાડી દેવાનો છે, જે વાંચીને તમારા મિત્રો એના પર તેમના વિચાર લખી નાખે. માહિતી અને વિચારોની આપલે કરવાની આખી વાત કેટલી સરળ બની જાય?
તો હવે આપણે સીધી જ, આ એક મજાની સર્વિસ આપતી સાઇટ પર પહોંચી જઈએ અને તેનો ઉપયોગ શરૂ કરી દઈએ. વાત કામની છે એટલું નક્કી.
તો પહોંચો (www.writeonglass.com) સાઇટ પર. ઇચ્છો તો હોમપેજ પર આપેલી માહિતી પર નજર ફેરવી લો અથવા, તમારા આ દોસ્ત પર ભરોસો રાખીને સીધા જોઇન ગ્લાસ નાઉપર ક્લિક કરીને જરૂરી માહિતી ભરી તમારું ખાતું ખોલાવી લો (ભરોસો રાખ્યા વિના, બીજું બધું વાંચી લીધુંને? ગુડ! વાંચ્યા વિના ક્યાંય સહિ ન કરવી!). એટલું યાદ રાખશો કે આ સર્વિસ હાલમાં માત્ર ફાયરફોક્સ અને ક્રોમમાં જ ચાલે છે. તમારું ખાતું ખોલાવશો એટલે આ સર્વિસ તમારા બ્રાઉઝરમાં એક એડઓન ઉમેરશે. બ્રાઉઝર કહેતું જાય એમ એડઓન ઇન્સ્ટોલ કરી લો. હવે એક વાર બ્રાઉઝર રીસ્ટાર્ટ થશે અને પછી તેના એડ્રેસબારમાં એક જીનું બટન જોવા મળશે. આટલું થયું એટલે તમે ઇન્ટરનેટ પર લખવા માટે તૈયાર થઈ ગયા!
હવે તમે બીજી કોઈ પણ સાઇટ પર પહોંચો. કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે તો એડ્રેસબાર પાસેના જીના બટન પર ક્લિક કરો. એક નાની એવી વિન્ડો ખૂલશે. એમાં તમારો સંદેશો લખો. નીચે તમારા મિત્રનો ઇમેઇલ આઇડી લખો અને પોસ્ટપર ક્લિક કરી તમારી ટપાલ રવાના કરો. હવે તમે જેને આ પોસ્ટ મોકલી એ મિત્રને એક મેઇલ મળશે અને તેઓ પણ તેમના બ્રાઉઝરમાં ગ્લાસ ઇન્સ્ટોલ કરશે એટલે તેમને તમારો સંદેશો દેખાશે. એ તમારી ટપાલનો જવાબ લખશે તો એ વળી તમને દેખાશે!
ઉપરાંત, આ પ્રક્રિયામાં તમે નોંધ્યું હશે કે જીના બટન પર ક્લિક કરતાં જે વિન્ડો ખૂલે છે તેમાં ન્યૂ સ્લાઇડની સાથે ફીડનો પણ ઓપ્શન છે. આ ફીડમાં જઈને તમે તમે જે તે નોટ (કે કહો કે સ્લાઇડ) બીજાને મોકલી હોય તેનું લિસ્ટ તમને જોવા મળશે. અહીં જ તમને, તમારા મિત્રોએ મોકલેલી સ્લાઇડ કે તમારી સ્લાઇડ પર તેમણે લખેલા રીપ્લાય વાંચવા મળશે.
મૂળ તો આ સર્વિસ, આખા ઇન્ટરનેટને આવરી લેતા એક ગ્લાસ  કાચના લેયર તરીકે કામ કરે છે. મજાની વાત એ છે કે તમે તમારા મિત્રો સાથે જે કંઈ નોટની આપલે કરો છો એ માત્ર તમે અને તમારા મિત્રો જ જોઈ શકે છે. અલબત્ત, ઇચ્છો તો તમારી નોટ્સને પબ્લિક બનાવી શકો છો.
ઉપરાંત, તમે સાઇટ પર જે કંઈ લખો છો એનાથી સાઇટ પર કોઈ અસર થતી નથી. સાઇટના સંચાલકને પણ એ વિશે કંઈ ખબર પડતી નથી. વાત તમારા ગૃપ પૂરતી જ સીમિત રહે છે. તમે તમારા ખાતામાં ઊંડા ઊતરીને પહેલેથી જ તમારા વિવિધ ઇમેઇલ એકાઉન્ટમાંના મિત્રોને આ સર્વિસમાં જોડાવા માટે આમંત્રણ આપી શકો છો.
અલબત્ત, યાદ રાખજો કે તમારી નોટ પર પોતાના વિચાર ઉમેરતા તમારા મિત્ર, તેના કોઈ ત્રીજા મિત્રને તમારી નોટ મોકલી શકે છે. મતલબ કે આ સર્વિસનો ખરેખર યોગ્ય કામ માટે જ ઉપયોગ કરવામાં તમારી ભલાઈ છે  જરા સંભાલ કે!
ઇમેઇલ પોર્ટેબિલિટી પણ છે!
તમને ઇમેઇલમાં પણ નંબર એટલે કે આઇડી બદલ્યા વિના સર્વિસ પ્રોવાઇડર બદલવાનો વિચાર આવ્યો છે? યાહૂમાંથી જીમેઇલમાં કે જીમેઇલમાંથી હોટમેઇલમાં જવાની ઇચ્છા સળવળ્યા કરતી હોય, પણ ઇમેઇલ આઈડી બદલાવાની ને સૌને નવી આઇડી જણાવવાની જંજાળ આવું કરતાં અટકાવે છે? અથવા તો, તમે હંમેશા જે ઇમેઇલ આઇડીનો ઉપયોગ કરતા હો એમાં સ્ટોરેજ સ્પેસ ખૂટી ગઈ હોય પણ સર્વિસ પ્રોવાઇડર બદલ્યા વિના નવું ખાતું ખોલાવવા જતાં આઇડી બદલવી પડે એવી કડાકૂટ છે? હૂએ એક ડગલું આગળ વધીને તમે યાહૂમાં તમારા ગૂગલ અને ફેસબુકના આઇડીથી લોગઇન કરી શકો એવી સગવડ પણ કરી આપી છે. ટ્રુસ્વિચ (www.trueswitch.com) નામની એક સર્વિસ તો વળી તમારા એક એકાઉન્ટના તમામ મેઇલ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી આપે છે, તમને આ કામ અનિવાર્ય લાગતું હોય તો ચેક કરી જોજો!
ગૂગલની ઇન્ટરનેટ બસ
આજે આપણામાંના ઘણા ખરા લોકો, કોઈ પેન માગે તો ખિસ્સામાંથી બોલપેન આપવાને બદલે પેન ડ્રાઇવ આપીએ એવા જમાનામાં જીવવા લાગ્યા છીએ. ગૂગલ, જીમેઇલ, યાહૂ, ફેસબુક, ટ્વીટર, ચેટિંગ, બ્લોગિંગ, શેરિંગ, ઓનલાઇન બુકિંગ, સર્ચિંગ, બ્રાઉઝિંગ વગેરે વગેરે શબ્દો ધીમે ધીમે આપણા જીવનમાં એક સમયે પોસ્ટકાર્ડ, ટ્રંકકોલ, એસટીડી બૂથ, છાપાં વગેરેનું જે સ્થાન હતું કે હજી છે એ જ સ્થાન લેવા લાગ્યા છે. થોડા સમય માટે ઇન્ટરનેટ કનેક્શન ડાઉન થાય ત્યાં તો પાણીની બહાર પડેલી માછલીની જેમ તરફડવા લાગે એટલી હદે ઇન્ટરનેટ સાથે ઘણા લોકો વણાવા લાગ્યા છે...
આ બધું જ આપણા સૌના જીવનમાં અને આપણી આસપાસ જ બનવા લાગ્યું છે, પણ આપણા વર્તુળની બહાર થોડી નજર દોડાવીએ તો સમજાય છે કે ઇન્ટરનેટથી હજી જોજનો દૂર રહેલા (અને છતાં આનંદથી જીવતા!) લોકો પણ આ દુનિયામાં વસે છે. જોકે વિજ્ઞાનની કોઈ પણ વાતની જેમ ઇન્ટરનેટ બેધારી તલવાર જ છે, જેના વિના આનંદથી જીવી તો શકાય જ, પણ યોગ્ય રીતે લાભ લો તો જીવન વધુ સહેલું, વધુ આનંદમય અને વધુ માહિતીભર્યું બની શકે.
તો સવાલ એ આવીને ઊભો રહે કે ઇન્ટરનેટથી દૂર રહેલા લોકોને એનાં સકારાત્મક પાસાંની નજીક કેવી રીતે લાવવા? એક રસ્તો, આપણી આ સાયબરસફર જેવો છે, જેમાં ઇન્ટરનેટની ઘણી નજીક પહોંચી ગયેલા લોકોને તેનાં નવીન, માહિતીપ્રદ પાસાંનો પરિચય આપવામાં આવે છે. બીજો રસ્તો ઇન્ટરનેટને લોકો સુધી લઈ જવાનો છે, જે ગૂગલ જેવા મહારથી સિવાય કોણ કરી શકે?
આ માટે, ગૂગલની ઇન્ડિયા ટીમે ગૂગલ ઇન્ટરનેટ બસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટ આમ તો છેક ફેબ્રુઆરી ૨૦૦૯થી શરૂ થઈ ગયો છે. ગૂગલે એક સરસ મજાની, ગૂગલના હોમ પેજ જેવી જ સીમ્પલ છતાં કલરફૂલ અને ઇન્ટરનેટની સગવડ ધરાવતી એક બસ તૈયાર કરી છે. આ ઇન્ટરનેટ બસ ભારતનાં વિવિધ રાજ્યોનાં નાનાંમોટાં શહેરોમાં ફરે છે અને લોકોને ઇન્ટરનેટની રીતસરની સફર કરાવે છે!
આ પ્રોજેક્ટના વેબપેજ પર પહેલા જ ફકરામાં લખ્યા મુજબ, આ કોલમ વાંચનારા તમારા જેવા અનેક લોકો ગૂગલને ઇન્ટરનેટ પરની તેની વિવિધ સર્વિસીઝથી ઓળખે છે, પણ જેમણે ક્યારેય ઇન્ટરનેટ જોયું જ નથી, એવા અનેક લોકો ગૂગલની આ બસના પ્રતાપે ઇન્ટરનેટ શું છે અને તેનાથી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવી શકે છે તેનો નજીકથી પરિચય કેળવવા લાગ્યા છે. જેમ ધીરુભાઈ અંબાણીના સ્વપ્ને શાકભાજીવાળા સુધી મોબાઇલ પહોંચાડ્યો, કંઈક એવો જ, અલબત્ત જુદા સ્તર પરનો પ્રયાસ ગૂગલ કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં આ બસ તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ઘૂમી વળી છે. ગૂગલના સર્વે કહે છે કે આ દરેક રાજ્યમાં બસની મુલાકાત લેનારા લોકોમાંથી ચોથા ભાગના લોકો પહેલી જ વાર ઓનલાઇન થયા હતા! ગૂગલ કહે છે કે આ પ્રોજેક્ટમાંથી કંપનીને પણ ઘણું શીખવા મળે છે, ઇન્ટરનેટ પર નવાસવા આવતા લોકો સહેલાઈથી હિન્દીમાં સર્ચ કરી શકે એટલા માટે ગૂગલના હિન્દી હોમપેજ પર વર્ચ્યુઅલ કીબોર્ડ મૂકાયું છે તે આવી જાણકારીનું જ પરિણામ છે.
તમે http://www.google.co.in/internetbus પર જઈને આ પ્રોજેક્ટના ફોટો, વિડિયો, વગેરે જોઈ શકો છો અને ત્યાંથી ઓર્કૂટ, ટ્વીટર વગેરે પર આ પ્રોજેક્ટની કમ્યુનિટિઝની મુલાકાત પણ લઈ શકો છો.
પ્રોજેક્ટના વેબપેજ પર ઇન્ટરનેટ ફોર કમ્યુનિકેશન, ફોર ઇન્ફર્મેશન અને ફોર એજ્યુકેશનના વિડિયોઝની લિંક છે, જેમાં ડ્રામેટાઇઝડ સિચ્યુએશનની મદદથી ઇન્ટરનેટનો પરિચય કેળવવાનો પ્રયાસ કરાયો છે. તમને આ વિડિયો બહુ બેઝિક લાગશે, પણ યાદ રહે, ઇમેઇલ કે ચેટિંગ કે નેટવર્કિંગ હજી જેમના માટે અજાણ્યા શબ્દો છે એવા લોકો તમારા પોતાના પરિવારમાં પણ હશે.
ડિઝની વર્લ્ડમાં ડોકિયું

                                           અત્યારે હાથમાં છાપું લઈને, ધારો કે તમે ડિઝનીલૅન્ડ વિશેનો કોઈ લેખ તમે વાંચો અને પછી ગૂગલ અર્થ પર જઈને ડિઝનીલૅન્ડની સફર કરો તો સમજાશે કે આ બંને માધ્યમ કેટલાં જુદાં છે અને ટેક્નોલોજી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે.
ગૂગલની આંગળીએ દુનિયાભરની સફરે નીકળી પડવું હોય તો ઝાઝું વિચારવું પડે તેમ નથી. સૌથી પહેલાં ગૂગલ પર સર્ચ કરી, ગૂગલ અર્થનો ફ્રી પોગ્રામ ડાઉનલોડ કરી, કમ્પ્યૂટર પર ઇન્સ્ટોલ કરી લો. ડેસ્કટોપ પર તેનો આઇકન બને એને ક્લિક કરો એટલે તમારી સફર શરૂ!
અર્થપોગ્રામ ઓપન થતાં, તેમાં ડાબી બાજુએ સર્ચ બોક્સ અને તેની નીચે અલગ અલગ લેયર્સનું લિસ્ટ દેખાશે. સર્ચ બોક્સમાં ડિઝની વર્લ્ડ ફ્લોરિડા લખો એટલે પૃથ્વીનો ગોળો ઘૂમશે અને તમારી સમક્ષ ડિઝની વર્લ્ડ - આકાશમાંથી દેખાતું ડિઝની વર્લ્ડ - ખડું થશે. નીચે લેયર્સના લિસ્ટમાં જ્યોગ્રાફિક વેબ અને 3-ડી બિલ્ડિંગ્સનાં ચેક બોક્સ ટીક કરેલાં રાખજો. તો, એક ટાપુ પર પીળા રંગનું મિકી માઉસનું માથું દેખાશે. એના પર ક્લિક કરતાં એક બોક્સ ઓપન થશે. તેમાં ડિઝની વર્લ્ડનાં મુખ્ય ચાર આકર્ષણના ફોટોગ્રાફ છે. ગમે તેના પર ક્લિક કરશો એટલે મિકુની મજાની દુનિયા સાકાર થવા લાગશે!
ડિઝની વર્લ્ડનાં મુખ્ય આકર્ષણોના એકાદ લાખ જેટલા ફોટોગ્રાફ અને 1,500 જેટલાં 3-ડી મોડેલ્સની જહેમત પછી આ કમાલ સર્જાઇ છે. ગૂગલ અર્થ પરનું આ અત્યાર સુધીનું સૌથી સારું 3-ડી પેઝન્ટેશન ગણાય છે.
ડિઝની વર્લ્ડનાં મુખ્ય આકર્ષણોના એકાદ લાખ જેટલા ફોટોગ્રાફ અને 1,500 જેટલાં 3-ડી મોડેલ્સની જહેમત પછી આ કમાલ સર્જાઇ છે. ગૂગલ અર્થ પરનું આ અત્યાર સુધીનું સૌથી સારું 3-ડી પેઝન્ટેશન ગણાય છે. પહોંચો ગૂગલ અર્થ પર
વિજ્ઞાનનું અપાર વિશ્વ...


અત્યારે પૂનાના ચિલ્ડ્રન્સ સાયન્સ સેન્ટર ફોર ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ સાથે સંકળાયેલા અરવિંદ ગુાએ બાળકોમાં વિજ્ઞાનના પ્રસારને પોતાનું જીવનલક્ષ્ય બનાવ્યું છે. ઉપર માત્ર ત્રણ વાક્યમાં એમનો બાયોડેટા આપ્યો છે, પણ એમની વેબસાઇટ પર જઈને જોશો તો સમજાશે કે આ વિજ્ઞાનીએ જીવનભર રમકડાં બનાવવા ઉપરાંત પણ ઘણું ઘણું કર્યું છે, પણ એ બધાંના મૂળમાં, અંતે તો એક જ વાત છે  વિજ્ઞાનનો પ્રસાર, એ પણ ઈંગ્લિશ મીડિયમની શાળાઓ નહીં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગામડાંની શાળાના સ્તરે જ ધ્યાન કેન્દ્રિત કરીને.
સદનસીબે, એમણે એમના આખા જીવનમાં જે કંઈ પ્રવૃત્તિઓ કરી છે એનો ઠીક ઠીક નિચોડ હવે એક વેબસાઇટના સ્વરૂપે (http://www.arvindguptatoys.com) આપણને સુલભ બન્યો છે.
આ પ્રકારની સાઇટ્સમાં મોટા ભાગે બને છે તેમ સાઇટમાં ડિઝાઇન જેવું ખાસ કંઈ છે જ નહી. લખાણમાં પણ સાઇટ પર સીધું વાંચવા મળે એવું તો લગભગ કશું જ નથી. ફક્ત, એમની પ્રવૃત્તિઓ વિશે અનેક અખબારોમાં પ્રસિદ્ધ થયેલા લેખો અને એની લિંક્સ તથા અરવિંદ ગુાએ પોતે લખેલાં અથવા અન્ય સાથે સંપાદિત કરેલાં વિજ્ઞાન વિશેનાં પુસ્તકોની લાંબીલચક યાદી જોવા મળશે. મજાની વાત એ છે કે આ બધાં જ પુસ્તકો તમે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરીને વાંચી શકો છો.
એક નજર આ પુસ્તકોનાં શીર્ષકો પર ફેરવી લઈએ... ધ લીટર ફિંગર્સ, અહા એક્ટિવિટીઝ, સ્ટ્રિંગ ગેમ્સ, લિટલ સાયન્સ, મેચસ્ટીક મોડેલ્સ એન્ડ અધર સાયન્સ એક્સપરીમેન્ટ્સ, લીટલ ટોય્સ, ટોય જોય, બબલુઝ બોટ્સ, લીફ ઝૂ, ક્વિક એક્ટિવિટીઝ, મેચસ્ટિક પઝલ્સ, એ લાઇફ વર્થ લિવિંગ, એ ટચિંગ સ્લેટ, લર્નંિગ સાયન્સ થ્રુ એક્ટિવિટીઝ એન્ડ ટોય્ઝ... આ બધાં અંગ્રોજી શીર્ષકો વાંચીને નિરાશ ન થતા, ઘણાં પુસ્તકો હિન્દીમાં પણ મળશે. પુસ્તકોની યાદી સખ્ખત એટલે સખ્ખત લાંબી છે.
આ બધું તો તમે રસ પડે તેમ ડાઉનલોડ કરતા જઈને ફુરસદે વાંચી શકો છો, પણ તાબડતોબ, તરત ને તરત કંઈક કરવું હોય તો ઘરવપરાશની ચીજવસ્તુઓમાંથી બનાવી શકાય તેવાં કેટકેટલાંય વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત રમકડાં, એને બનાવવાની વિધિ સમજાવતા ફોટોગ્રાફ, વિડિયો, રમકડાં પાછળનું વિજ્ઞાન વગેરે બધું તમને અહીં મળશે.
તમે તમારાં સંતાનને સૂર્યગ્રાહણ કે બ્રહ્માંડના ગ્રાહો, પૃથ્વીનું પરિભ્રમણ વગેરે સહેલાઇથી સમજાવવા ઇચ્છતા હો (કે બાળક પૂછે તે પહેલાં તમે પોતે તમારું જ્ઞાન ઠીકઠાક કરી લેવા ઇચ્છતા હો) તો આ સાઇટ એક મજાના શિક્ષક જેવી છે. ખરેખર તો શિક્ષકો, વાલીઓ, બાળકો વગેરે સૌ માટે આ વેબસાઇટ એક મોટી શાળાની ગરજ સારે એવી છે.
ગેમ્સ નહીં, રમકડાંનો ખજાનો !


જોકે બાળકને તો સતત નવીનતા જોઈએ, એકનું એક રમીને એ જલદી કંટાળી જાય ને એની કલ્પનાશક્તિ  જેટલી જ ઝડપે એનો રમકડાંનો ખજાનો વધી શકતો ન હોય તો શું કરવું? સૂપટોય્ઝના શરણે જવું!
સૂપટોય્ઝ (www.souptoys.com) સાયબરજગતમાં ઝડપથી લોકપ્રિય થતી જતી સાઇટ છે. જી ના, આ કોઈ નાનાં છોકરાં માટેની સોશિયલ નેટવર્કિંગ સાઇટ નથી. મોટેરાં ભલે જાત ભાતની નેટવર્કિંગ સાઇટ્સ અને બ્લોગ્સ પર હડિયાપટ્ટી કરીને પોતાના કોન્ટેક્ટ્સઅનેફ્રેન્ડ્સની સંખ્યા વધારવાનો રઘવાટ અનુભવે, સૂપટોય્ઝમાં તો બિલકુલ નિજાનંદમાં, જાત સાથે જ રમમાણ થઈને આડુંઅવળું કર્યા કરવાનો મહિમા છે.
અચ્છા, મૂળ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના કેટલાક અલગારી વિડિયો ગેમર્સ, પ્રોગ્રાામર્સ, આર્ટિસ્ટ્સ, મ્યુઝિશિયન્સ, ડિઝાઇનર્સ, ફિલ્મ મેકર્સ વગેરે વગેરે લોકોએ તેમનામાં રહેલા બાળકને મૂરઝાવા ન દીધું અને એમાંથી સર્જાયાં આ સૂપટોય્ઝ.
સાઇટ પર પહોંચવાનું, હોમપેજ પર સૌથી ઉપર જ, ‘ગેટ ફ્રી ટોય બોક્સપર ક્લિક કરીને ટોયબોક્સ ડાઉનલોડ કરવાનું. પછી તેના પર ડબલક્લિક કરીને આ પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લેવાનો. પ્રોગ્રામ નેટ એક્સેસ કરવાની મંજૂરી માગે તો આપવાની. પછી તો તમારા ડેસ્કટોપ પર જ એક બોક્સ ખૂલશે જેમાં, ફૂટબોલ, ટેનિસ બોલ, બાસ્કેટ બોલ, રિંગ, બેરિંગના બોલ, મેગ્નેટ, જુદી જુદી કાર, ઢીંગલા, ઢીંગલી વગેરે વગેરે કેટલુંય ભર્યું હશે. જે ઇચ્છો તેને માઉસની મદદથી ડેસ્કટોપ ખેંચી લો અને રમવા માંડો. બોક્સની નીચે આપેલાં બટન્સ પર ક્લિક કરશો એટલે પ્રિસેટ પ્લેસેટ્સ પણ ખૂલશે. એમાં રમકડાં પહેલેથી કંઈક ચોક્કસ ગોઠવણથી ગોઠવેલાં હશે. એમાં કંઈક અટકચાળું કરશો એટલે ફિઝિક્સના નિયમો મુજબ આખી ગોઠવણમાં બધું રમણભમણ થવા લાગશે! હા, અહીં દરેક રમકડું ફિઝિક્સના નિયમોને અનુસરે છે.
અને યાદ રહે, આ બધી વિડિયો કે ઇન્ટરનેટની ગેમ્સ નથી. અહીં કોઈ મશીનગનની ધણધણાટી નથી, અહીં કોઈનો શિકાર કરવાનો નથી કે કોઈથી બચવાનું નથી, કોઈ વિલન નથી, કોઈ ટાર્ગેટ નથી, અહીં તો જીતવાનું કે નંબર વન પણ બનવાનું નથી! અહીં તો ફક્ત  મનમાં સૂઝે એ જ કરવાનું છે અને એમાંથી આનંદ લૂંટવાનો છે. ચાહો તો બધું ભાંગીતોડી નાખો અને ચાહો તો બધું નવેસરથી ગોઠવો. ફરીથી સાઇટ પર જઈને તમે બીજાએ બનાવેલા પ્લેસેટ્સ ડાઉનલોડ પણ કરી શકો. કામનો બહુ ભરાવો ન હોય તો છોકરાંની સાથે મોટાં માટે આ સરસ સ્ટ્રેસરીલિવર છે!
મમ્મીઓને આ સાઇટ સૌથી વધુ ગમશે, કેમ કે અહીં છોકરું રમીને ધરાઈને બધું જેમનું તેમ છોડી ઊભું થઈ જાય પછી મમ્મીએ ઝીણી ઝીણી ચીજો વીણી વીણીને ટબમાંભરો કરવાનીરહેતી નથી, અહીં તો માઉસનો એક ઇશારો કર્યો અને પ્લેઈંગ રૂમ થઈ ગયો ક્લીન!
                                આકાશ ઉતારો તમારા કમ્પ્યૂટરમાં
                      સ્થળ અને સમયને આધારે સોફ્ટવેર તમારી માથે રહેલા સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારા વગેરેનું ચોક્કસ, એ સમયનું લોકેશન ગણી કાઢશે અને એ બધું જ તમને બતાવશે. જુદાં જુદાં જુદાં નક્ષત્રોનાં નામ જુદી જુદી સંસ્કૃતિમાં કેવી રીતે, કયા આકારો પરથી પડ્યાં એ પણ તમે અહીં જાણી શકશો.3


અત્યાર સુધી આપણે ગૂગલ અર્થ, વિકિમેપિયા કે આપણા ઇસરોના ભૂવન સોફ્ટવેર વિશે સાંભળ્યું કે વાંચ્યું છે, જેમાં ગગનના ગોખે ચઢીને પૃથ્વી પર મીટ માંડવાની વાત છે. જ્યારે આજે વાત કરીએ એનાથી બિલકુલ ઉલટી, એટલે કે ઘરની નાની મજાની બારીમાંથી અનંત વિસ્તરતા અવકાશમાં નજરને માંડવાની અને કૂતુહલને વિસ્તારવાની.
તમને કે તમારાં સંતાનને ખગોળશાસ્ત્ર, બ્રહ્માંડ, તારા, આકાશગંગા, નક્ષત્રો વગેરેમાં રસ પડતો હોય તો પહોંચો આ સાઇટ પર : www.stellarium.org સ્ટીલેરિયમ તમારા કમ્પ્યૂટર પર પૂરેપૂરું પ્લેનેટોરિયમ ખડું કરી દેતું એક મફત, ઓપન સોર્સ સોફ્ટવેર છે. એ વાસ્તવિક, આખા આકાશને તમારી નજર સમક્ષ તમારા કમ્પ્યૂટરના સ્ક્રીન પર જીવંત કરી આપે છે. આકાશમાં જે તમને નરી આંખે, બાયનોક્યૂલર કે ટેલિસ્કોપથી દેખાય એ બધું જ તમે કમ્પ્યૂટરના સ્ક્રીન પર જોઈ શકો છો. આ સોફ્ટવેરની ક્ષમતા જાણવી હોય તો એટલું જાણી લો કે તે કુલ ૨૧ કરોડ તારા બતાવી શકે છે. આમ તો આ સોફ્ટવેરનો વિવિધ પ્રકારના પ્લેનેટોરિયમ પ્રોજેક્ટ્સમાં અભ્યાસ માટે ઉપયોગ થાય છે, પણ જેમને તારાની દુનિયામાં થોડો ઘણો પણ રસ પડતો હોય એ સૌ કોઈ માટે એ સુલભ બન્યું છે. 
તમારે પણ તારા-નક્ષત્રોની અલૌકિક યાત્રાએ જવું હોય તો સ્ટીલેરિયમની સાઇટ પર જઈને આ સોફ્ટવેર ડાઉનલોડ કરવું પડશે. સાઇઝ હેવી છે - ૪૧ એમબી. પછી તો સોફ્ટવેર ફટાફટ ઇન્સ્ટોલ થશે. સાઇટ પર યુઝર્સ ગાઇડની પીડીએફ ફાઇલ આપી છે, એ ડાઉનલોડ કરી થોડું વાંચી લેશો તો ખગોળદર્શન સહેલું થઈ જશે. 
થોડાં ખાંખાંખોળાં કરશો, માઉસને કામે લગાડશો એટલે આ સોફ્ટવેરને તમે અક્ષાંશ-રેખાંશ આપીને તમારું લોકેશન જણાવી શકશો. એ પછી, તમારા સ્થળ અને સમયને આધારે સોફ્ટવેર તમારી માથે રહેલા સૂર્ય, ચંદ્ર, ગ્ર્ાહો અને તારા વગેરેનું ચોક્કસ, એ સમયનું લોકેશન ગણી કાઢશે અને એ બધું જ તમને બતાવશે. જુદાં જુદાં જુદાં નક્ષત્રોનાં નામ જુદી જુદી સંસ્કૃતિમાં કેવી રીતે, કયા આકારો પરથી પડ્યાં એ પણ તમે અહીં જાણી શકશો.
                 બાળકો માટેનું સ્પેશિયલ બ્રાઉઝર!
ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ફાયરફોક્સ મોઝિલા જેવું આ સર્ફિંગ માટેનું બ્રાઉઝર છે. મોટા ભાગે, મોટેરાં જે બ્રાઉઝર વાપરતાં હોય તેમાં પેરેન્ટલ કન્ટ્રોલ મૂકીને અમુક તમુક સાઇટ્સ બ્લૉક કરી શકાતી હોય છે, પણ એમાં સામાન્ય રીતે ખાસ સફળતા મળતી નથી. જ્યારે કીડરોકેટ બ્રાઉઝર, એક રીતે જોઈએ તો ઇન્ટરનેટની તમામ સાઇટ્સને બ્લૉક કરી નાખે છે અને પછી બાળકો માટે સારી અને સલામત હોય તેવી કેટલીક પસંદગીની સાઇટ્સ જ તેમને જોવા દે છે!
કામની વસ્તુ લાગે છે? તો www.kidrocket.org પર જઈને થોડી વધુ માહિતી મેળવી લો. પછી ટ્રાય કરી જોવા જેવું લાગે તો આ મફત બ્રાઉઝર ડાઉનલોડ કરી લો. એ સાથે તમારા ડેસ્કટોપ પર કીડરોકેટનો આઇકોન ક્રિએટ થઈ જશે. એના પર ક્લિક કરશો એટલે તમારા કમ્પ્યૂટરનો એન્ટીવાયરસ પ્રોગ્રામ આ સોફ્ટવેર ભરોસાપાત્ર છે? એવું પૂછશે. યસ કહી આગળ વધો એટલે ખૂલશે બાળકો માટેનું સ્પેશિયલ બ્રાઉઝર.
નાનાં બાળકોને રસ પડે તેવી પેઇન્ટ ફેસિલિટી અને મેથ્સની ક્વિઝ ઉપરાંત બાળકો માટે જ ડિઝાઈન થયેલી જુદી જુદી સાઇટ્સ આ બ્રાઉઝરમાં જોઈ શકાશે. આ સાઇટ્સના મોટેરાં માટેના સામાન્ય વિભાગો પણ આ બ્રાઉઝરમાં બ્લૉક કરી દેવામાં આવ્યા છે. શરૂઆતમાં થોડો સમય તમારા બાળક સાથે સર્ફિંગ કરશો પછી તો બાળક એની મેળે ઇન્ટરનેટ સર્ફિંગ કરતું થઈ જશે! આમાં ઓટોટાઇમર પણ છે, જે સમય સેટ કરી દો એટલા સમય પછી બ્રાઉઝર આપોઆપ બંધ થઈ જાય.
અલબત્ત, કીડરોકેટ ઘણું બૅઝિક છે. એમાં કઈ કઈ સાઇટ ઉપલબ્ધ છે એનું લિસ્ટ પણ મળતું નથી કે એનો ઇન્ટરફેસ ખાસ યુઝર-ફ્રેન્ડલી નથી. તો સામે, આપણે પણ ક્યાં મોટા ઇન્ટરનેટ એક્સપર્ટ છીએ? બાળકને ઇન્ટરનેટનો પરિચય કરાવવા માટે ચોક્કસ સરસ ઓપ્શન છે

ઇન્ટરનેટ પર ગાંધીયાત્રા
ગૂગલ પર ગાંધી' લખીને સર્ચ કરો એ સાથે ૦.૦૨ સેકન્ડમાં ગૂગલ ૧,૮૫,૦૦,૦૦૦ પરિણામોનો ખડકલો તમારી સામે મૂકી દે છે. મતિ મૂંઝાઈ જાય એવી સ્થિતિ છે. ગાંધીજીનું નામ ધરાવતી સાઇટ પણ કેટકેટલી... mahatmagandhiji.com (ગાંધીજીના નામે ઓર્ગેનાઇઝેશન હોય તો સમજ્યા, પણ કંપની? હે રામ!) mkgandhi.org, mkgandhi-sarvodaya.org, gandhiserve.org, gandhism.net, gandhana.net, gandhiatthebat.com...
ક્વૉટ્સ, તસવીરો, ઓડિયો-વીડિયો ક્લિપ્સ, પુસ્તકો, લેખો, પત્રો, કાર્ટૂન... ગાંધીજીની જાણે સેકન્ડ ડીજિટલ લાઇફ શરૂ થઈ છે ઇન્ટરનેટ પર. જર્મનીના ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીસર્વ'ની સાઇટ પર ગાંધીસાહિત્યનો કદાચ સૌથી મોટો ખજાનો ઉપલબ્ધ છે. આ ટ્રસ્ટ ગાંધીવિચાર વિશે મીડિયા કન્સલ્ટન્સી ચલાવે છે ને ભારત અને દ.આફ્રિકામાં ગાંધીજીના પગલે ચાલતી યાત્રા પણ યોજે છે!
આ બધી સાઇટ્સની અછડતી મુલાકાત લેતાં, ‘મોહનદાસ કરમચંદ ગાંધી' નામ કેટકેટલા મિશ્ર પ્રતિસાદ ભા કરે છે એનોય આછો અંદાજ આવે છે. એક તરફ, અનેક ઠેકાણે ગાંધીજી વિશેનું આઇન્સ્ટાઇનનું પેલું વિખ્યાત અવતરણ નજરે ચઢે છે, તો બીજી તરફ, દુનિયા આખીના વાંધાવચકાને વાચા આપતી gopetition.com સાઇટ પર, ગાંધીજીના જન્મદિનને આંતરરાષ્ટ્રીય અહિંસાદિન ઘોષિત કરવા સામે યુએનને કરવામાં આવેલી અપીલ પણ છે (જેમાં ૨૦૭ લોકોએ સહી કરી છે).
દુનિયાભરના લોકો ગૂગલના સર્ચબોક્સમાં દર સેકન્ડે જે કંઈ લખે છે તેના આધારે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એનો તાગ કાઢવાની કોશિશ ગૂગલ ઝાઇગાઇસ્ટ' નામે કરે છે. આ ઝાઇગાઇસ્ટના મતે, ૨૦૦૭માં ભારતના સર્ફરે નેટ પર જે રાજકીય નેતાઓ વિશે સૌથી વધુ ખાંખાખોળ્યાં કર્યાં એ યાદીમાં ગાંધી (સોનિયા નહીં, મોહનદાસ) ટોચ પર છે. આ લિસ્ટને લોકમાનસનાં સાચાં બેરોમીટર ગણવા જેવાં નથી, પણ ઓરકૂટ જેવું ખાસ્સું જામી ગયેલ સોશિયલ નેટવર્ક, એટલીસ્ટ યંગસ્ટર્સના ટ્રેન્ડઝનું ઘણું નજીકનું દર્શન કરાવે છે. એમાં ગાંધીજીના નામે દોઢ-બે હજાર સભ્યો ધરાવતી ફેનક્લબ્સ છે, તેમ આઇ હેટ ગાંધી' પ્રકારની કોમ્યુનિટીઝ પણ છે, લગભગ સરખા પ્રમાણમાં સભ્યસંખ્યા સાથે!
રીયલ લાઇફની જેમ નેટલાઇફમાં પણ ગાંધી' નામ વટાવવાવાળા ઘણા છે. જાણીને નવાઈ લાગશે કે ઇ-બે કે ફ્રૂગલ જેવી ઓનલાઇન શોપિંગ સાઇટ પર ગાંધીજીને લગતી હજારથી વધુ ચીજવસ્તુ વેચાણ માટે મુકાઈ છે, જેમાં ગાંધીજીની તસવીર ધરાવતી સ્ટેમ્પ તો ઠીક, બે અને પાંચ રૂપિયાની નોટ પણ મૂળ કિંમત કરતાં અનેકગણી કિંમતે વેચાય છે! ગાંધીજીના ચિત્રવાળો કૉફીમગ કે માઉસપેડ પણ મળશે.
ગાંધીજીનો ઇન્ટરનેટ સાથેનો સંબંધ ત્યાંથી પણ આગળ વધે છે, ઇટાલીના કોઈ ભેજાબાજને વિચાર આવ્યો કે ગાંધીજી પાસે ઇન્ટરનેટ કે મોબાઇલ જેવી આધુનિક સવલત હોત તો એમની અસર કેટલી વિસ્તરી હોત? બસ, આ થીમ પર ઇટાલીની એક ટેલિકમ્યૂનિકેશન કંપનીએ અફલાતૂન ટીવીકમર્શિયલ બનાવી છે! જોવી છે? તો યુટ્યુબ પર ઇટાલિયા, ગાંધી લખીને સર્ચ કરી જુઓ!
ફોટોગ્રાફ ચમકાવો, ફટાફટ

ઇન્ટરનેટ પર અનેક પ્રકારનાં ફોટો ઇમ્પ્રૂવમેન્ટ સોફ્ટવેર કે સાઇટ્સ ઉપલબ્ધ છે. ગૂગલના પિકાસામાં પણ તમે ઘણું બધું કરી શકો છો અને ચાહો તો તેમાં વધુ ઊંડા ઊતરીને પિકનિક સોફ્ટવેરની ખૂબીનો પણ લાભ લઈ શકો છો. એડોબનો ફોટોશોપ પ્રોગ્રામ આ બાબતમાં સૌથી આગળ રહે છે, પણ એ બધાને સુલભ હોય નહીં અને હોય તો એનો ઉપયોગ ઠીકઠીક મુશ્કેલ પણ છે. (તમને કદાચ યાદ હશે કે અગાઉ આપણે ફોટોશોપના ઓનલાઇન ફ્રી વર્ઝન (www.photoshop.com)ની વિગતવાર વાત કરી હતી. આ સાઇટની ફરી મુલાકાત લઈને યાદ તાજી કરી લેવા જેવી છે કેમ કે એમાં નવી નવી ખૂબીઓ ઉમેરાઈ છે).
એવી જ બીજી એક સર્વિસ છે પિક્સલર (www.pixlr.com).સાઇટના દાવા મુજબ, આ વિશ્વનો સૌથી લોકપ્રિય ઓનલાઇન ફોટો એડિટિંગ પ્રોગ્રામ છે. દાવો સાચો માનવો કે નહીં એ તપાસી જોવા માટે એક વાર તો આ સાઇટમાં ચોક્કસ ઝંપલાવવા જેવું છે.
હોમપેજ પર તમે જોશો તેમ, બે વિકલ્પ આપેલા છે  સીધા ઓનલાઇન એડિટરમાં જાઓ અથવા ફોટોગ્રાફને રીટ્રો વિન્ટેજ ઇફેક્ટ્સ આપવી હોય તો ત્યાં પહોંચો. પિક્સલરની ખરેખર બે નહીં પણ પાંચ સર્વિસ છે. એક છે એડિટર, જેમાં ફોટોશોપ જેવી જ પાર વગરની ખૂબીઓ અને સગવડો સમાયેલી છે. બીજી સર્વિસ છે પિક્સલર એક્સપ્રેસની, નામ પ્રમાણે ફોટોગ્રાફમાં ફટાફટ ઇફેક્ટ્સ ઉમેરવી હોય તો એ કામ અહીં થઈ શકે છે. ત્રીજી સર્વિસ પિક્સલરઓમેટિક છે, જ્યાં જઈને તમે તમારા ફોટોગ્રાફને જુદા જુદા કલર ટોન, ઇફેક્ટ્સ કે બોર્ડર વગેરેથી સજાવી શકો છો. ચોથી સર્વિસ ગ્રોબરની છે, જે ફાયરફોક્સ અને ક્રોમ માટેનું એક્સટેન્શન છે. એક વાર ઇન્સ્ટોલ કરી લો પછી કોઈ પણ સાઇટ પરના ફોટોગ્રાફ પર રાઇટ ક્લિક કરીને તેને ડાઇરેક્ટ પિક્સલરમાં લઈ જઈ એડિટ કરી શકો! પાંચમી સર્વિસ, તમારા આ કારીગરી કરેલા ફોટોગ્રાફને મિત્રો, સ્વજનો સાથે શેર કરવાની છે.
બધી ઓનલાઇન સર્વિસની જેમ, પિક્સલર પર તમે તમારા કમ્પ્યૂટરમાંથી કોઈ પણ ફોટોગ્રાફ અપલોડ કરીને તેના પર કામ કરી શકો છો અને પછી ફરી તમારા કમ્પ્યૂટરમાં સેવ કરી શકો છો. પિક્સલર એડોબ એર પ્રોગ્રામ પર આધારિત છે અને સંપૂર્ણ પણે ફ્લેશમાં બનેલો પ્રોગ્રામ છે. તમારા કમ્પ્યૂટરમાં ફ્લેશ પ્લેયર હશે જ એટલે વાંધો નહીં આવે, પણ જો ન હોય તો એક વાર ફ્લેશ ડાઉનલોડ કરવું પડશે, જે આ સાઇટ પરથી જ થઈ શકશે (જોકે પિક્સલરના કહેવા પ્રમાણે હવે ૯૮ ટકા કમ્પ્યૂટરમાં ફ્લેશ હોય છે. તમે લાખોમાં એકહો તો જ તકલીફ!)
પિક્સલરઓમેટિક પ્રોગ્રામ તમે ડાઉનલોડ કરીને ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ચલાવી શકો છો. જોકે તેમાં ફીચર થોડાં ઓછાં થઈ જાય છે. પિક્સલર ફેસબુક, આઇફોન અને આઇપેડ કે એન્ડ્રોઇડ ડિવાઇસમાં પણ એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે.
જો તમે પહેલી જ વાર ફોટોગ્રાફ પર કંઈકકરવા જઈ રહ્યા હો તો શરૂઆત પિક્સલર એક્સપ્રેસ કે પિક્સલરઓમેટિકથી કરજો. એમાં તમને ફટાફટ રીઝલ્ટ જોવા મળશે. દિમાગ અને આંગળીઓ થોડાં ટેવાઈ જાય પછી એડિટરના દરિયામાં ઝંપલાવજો.
વિડિયોનું ઓટોમેટેડ એડિટિંગ
વિડિયો શૂટિંગમાં હવે કોઈ ઝંઝટ રહી નથી. જસ્ટ એઇમ એન્ટ સ્ટાર્ટ શૂટિંગ! બધું ડિજિટલ ફોર્મમાં હોવાથી શૂટિંગનું પરિણામ જોવા માટે પણ જરાય રાહ જોવી પડતી નથી. વાયર્સ આમતેમ કનેક્ટ કર્યા અને મોટા સ્ક્રીન પર વિડિયો ચાલુ! બધું એટલું સહેલું બની ગયું છે કે આખી વાતમાં પહેલાં જેવો ઉત્સાહ રહ્યો નથી. તમે જ તપાસી જોજો, તમે જેટલા ફોટોગ્રાફ લો છો કે વિડિયો શૂટ કરો છો, એમાંથી કેટલા ખરેખરા ઉત્સાહથી ફરી ફરી જુઓ છો?
છતાં, જો તમારો ઉત્સાહ ટકી રહ્યો હોય તો સૌથી મોટી વિડિયો એડિટિંગની સમસ્યા હજી લગભગ પહેલાં જેટલી જ મોટી છે. આપણે પ્રોફેશનલ વિડિયોગ્રાફર તો છીએ નહીં કે બધી રીતે યોગ્ય શૂટિંગ કરી શકીએ. ઉપરાંત, બીજા લોકો પણ આપણા વિડિયો શૂટિંગને સીરિયસલી લેતા ન હોય એટલે ચાલુ શૂટિંગે વચ્ચે કોઈનો વાંસો આડો આવી જાય કે કોઈ આપણી સાથે વાત કરવા લાગે ને આપણું ધ્યાન શૂટિંગમાં રહે નહીં. ક્યારેક આપણે પણ વચ્ચે વચ્ચે કટ કરીને કટકે કટકે વિડિયો શૂટિંગ કરીએ.
વચ્ચે આવતા આવા કામ વગરના શોટ્સ કે બ્રેક્સ દૂર કરવા હોય તો શું કરવું? કે પછી એક જ વિષયની જુદી જુદી ક્લિપ્સ બની હોય એને ભેગી કેવી રીતે કરવી? પ્રોફેશનલ્સ માટે તો એ માટેનાં સરસ સોફ્ટવેર અને ટૂલ્સ હોય છે, પણ આપણને એવી બધી સગવડ ન હોય તો?
તો એનો ઉપાય છે મેજિસ્ટો (www.magisto.com). એકબે મહિના પહેલાં જ શરૂ થયેલી આ વેબ એપ્લિકેશન પર તમે ખાતું ખોલાવો, જુદી જુદી વિડિયો ક્લિપ્સ અપલોડ કરો, ચાહો તો એકાદું ગમતું ગીત બેકગ્રાઉન્ડ તરીકે અપલોડ કરો અથવા તો સાઇટ તરફથી મળતા ઓપ્શન્સમાંથી કોઈ પસંદ કરો એટલે તમારું કામ પૂરું! સાઇટના દાવા મુજબ, આ વેબ એપ્લિકેશનની ફેસ રેકગ્નિઝન ટેક્નોલોજીથી એ તમારા જુદા જુદા વિડિયો શોટ્સમાંથી નકામા, બોરિંગપાટર્સ દૂર કરે છે, જુદી જુદી ક્લિપ્સને ભેગી કરે છે, અલગ અલગ કટકાઓ વચ્ચે સરસ ટ્રાન્ઝિશન એનિમેશન્સ ઉમેરે છે, બધું કામ પાર પડે અને તમારો નવોનક્કોર વિડિયો તૈયાર થઈ જાય એટલે તમે આપેલા ઇમેઇલ પર જાણ પણ કરી દે છે કે આવો પધારો, તમારો વિડિયો તૈયાર છે! અહીંથી તમે યુટ્યૂબ પર અપલોડ કરો, વિવિધ સોશિયલ નેટવર્ક પર શેર કરી શકો અને ચાહો તો બીજાને ઇમેઇલ કરી શકો છો.
કૅમેરાનાં સેટિંગ્સનો ક્લોઝ અપ!
એક જમાનામાં ફોટોગ્રાફી બહુ મોંઘો શોખ હતો કેમ કે એમાં કૅમેરા ઉપરાંત રોલ ડેવલપમેન્ટનો તોતિંગ ખર્ચ પણ રહેતો. હવે ડિજિટલ એજમાં સવાલ ફક્ત કૅમેરાનો રહ્યો છે અને એમાં જેટલા મેગાપિક્સેલનો ઉમેરો થઈ રહ્યો છે એટલી જ એની કિંમતો ઘટી રહી છે એટલે મોટા ભાગે, તમારી પાસે ડિજિટલ કૅમેરા તો હશે જ. ઉપરાંત જૂના જમાનામાં તમે કૅમેરાનાં જુદાં જુદાં સેટિંગ્સમાં અખતરા કરો તો એનાં પરિણામ જોવા માટે ક્યારેક તો અઠવાડિયાંઓ સુધી રાહ જોવી પડતી, હવે તો પરિણામ તરત જ નજર સામે હાજર!
સામાન્ય રીતે કૅમેરામાં આપણે ત્રણ જ બટનનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ  ઝૂમ ઇન, ઝૂમ આઉટ અને ક્લિક! કૅમેરા બનાવતી કંપનીઓ પણ આપણી નબળાઈ જાણી ગઈ છે એટલે કંપની પોતે જ ક્લોઝઅપ, લોંગશોટ, નાઇટશોપ, પાર્ટી, સ્પોટર્સ, ચિલ્ડ્રન, ર્પોર્ટેટ, ટેક્સ્ટ વગેરે વગેરે નામવાળા જુદાં જુદાં સેટિંગ્સની જરૂરિયાતવાળા મોડ રેડીમેડ આપી દે છે. બીચ પર અગેઇન્સ્ટ લાઇટમાં ફોટોગ્રાફી કરવી છે? એને લગતો મોડ સિલેક્ટ કરો અને ફરી  ઝૂમ ઇન, ઝૂમ આઉટ અને ક્લિક! વાત પૂરી!
જોકે આપણામાંના ઘણા ખરા લોકો આ મોડનો પણ ખાસ ઉપયોગ કરતા નથી. પરિણામે, સંખ્યાબંધ ફોટોગ્રાફ લીધા પછી પણ જોતાં જ વાહ થઈ જાય (આપણા સિવાય બીજા પણ એવું કહે!) એવા ફોટોગ્રાફ આંગળીના વેઢે ગણાય એટલા પણ મળતા નથી. જો તમે કોઈ સિદ્ધહસ્ત ફોટોગ્રાફરને પૂછો કે દુનિયાનો સારામાં સારો કૅમેરા કયોતો એ ટૂંકો જવાબ આપે કે તમારી પાસે છે એ.  કેમ કે કૅમેરા ફોટોગ્રાફ લે છે એ તો આપણો ભ્રમ છે, એ કામ ફોટોગ્રાફરનું છે. બધો આધાર તમારામાં કેટલી આવડત છે એના પર છે.
થેંક્સ ટુ ઇન્ટરનેટ અને કેટલાક સાચા ફોટોગ્રાફીપ્રેમી પ્રોગ્રામર્સ, આવી અવડત કેળવવાનું હવે સહેલું છે. ઝૂમ ઇન કરો આ વેબસાઇટ પર  (www.camerasim.com). આ સાઇટ એૃએલઆર કૅમેરાનાં વિવિધ સેટિંગ સિમ્યુલેટ કરી આપે છે. એટલે કે સાઇટ પર પહોંચીને તમે જોશો તેમ, અહીં એક ફોટોગ્રાફ આપેલો છે અને સાથે સાથે તેની નીચે લાઇટિંગ, ડિસ્ટન્સ, ફોકલ લેન્થ, આઇએસઓ, એપર્ચર, શટર સ્પીડ વગેરે સેટ કરવાના સ્લાઇડર આપેલા છે. આ સ્લાઇડર્સ ઘુમાવશો તેમ તેમ કૅમેરાના વ્યૂફાઇન્ડરમાં તમે ફેરવેલાં સેટિંગના ડિજિટ્સ પણ ફરશે. પછી બાજુમાં આપેલા બટન પર ક્લિક કરશો એટલે તમારા સેટિંગ અનુસાર મળી શકે એવો ફોટોગ્રાફ ક્લિક થશે અને જોવા મળશે!
આ સ્લાઇડર્સ સાથે રમત શરૂ કરતાં પહેલાં, સિમ્યુલેટરની નીચે નજર દોડાવશો તો  લાઇટિંગ, એપર્ચર, શટર સ્પીડ વગેરેની ફોટોગ્રાફી પર શી અસર હોય છે એ બહુ સરળ શબ્દોમાં સમજાવ્યું છે, એ દેખાશે. આ બધી વિગતો જરા શાંતિથી સમજી લેવા જેવી છે. એ પછી એક પછી એક કંટ્રોલ પર હાથ અજમાવશો તો કૅમેરાનાં મેન્યુઅલ સેટિંગ્સ પર હાથ બેસતાં વાર નહીં લાગે. વેબસાઇટ કહે છે કે હજી આનાથી વધુ સારું સિમ્યુલેટર આવી રહ્યું છે!
આ સિમ્યુલેટરની આખી કરામત ટ્યુઇટિવ નામની એક કંપનીએ બનાવી છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઈએ કે કરીએ છીએ એમાં મેથ્સ કે સાયન્સ અને આર્ટનો સરસ મેળ હોય છે. પ્રોગ્રામ ડેવલપર્સ મેથ્સ અને સાયન્સનો ઉપયોગ કરીને જુદી જુદી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણને સ્ક્રીન પર જે દેખાય છે તેની પાછળ રહેલું માળખું તૈયાર કરતા હોય છે. પછી ગ્રાફિક ડિઝાઇનર એની ઉપરની સ્કીન તૈયાર કરી આપે છે જેથી, વેબસાઇટ જોવામાં રૂપકડી લાગે. છતાં, વાત અહીં પૂરી થતી નથી. તમે અનુભવ્યું હશે કે રેલ્વેની સાઇટ પર રીઝર્વેશન કરાવવા કરતાં યાત્રા જેવી સાઇટ પર આ કામ આપણે સહેલું લાગે છે કેમ કે ડિઝાઇનથી આગલું ડગલું યુઝર ઇન્ટરફેસ (યુઆઈ) તૈયાર કરવાનું છે, જેને ડેવલપ કરનારા લોકો સાઇટના પ્રોગ્રામિંગનો ઉપયોગ કરનારા લોકોની માનસિકતા સમજીને તેમને સરળ બને એ રીતે સાઇટનો યુઝર ઇન્ટરફેસ તૈયાર કરે છે. કૅમેરાસીમ તૈયાર કરનારી કંપનીનો મુખ્ય બિઝનેસ આ જ છે!
માઉસની પાંખે, પહોંચો એવરેસ્ટ પર
તાજની વાત છોડો અને પહોંચો માઉન્ટ એવરેસ્ટ પર. વિશ્વના આ સૌથી ઊંચા પર્વતની ટોચ પર ઊભા રહીને, ચારે તરફ અસીમ વિસ્તરતા હિમાલયનાં અન્ય હીમશિખરો જોવાં છે? કલ્પનાથી જ રૂવાડાં ઊભાં થાય છે કે નહીં? ગ્રેટ વૉલ ઑફ ચાઇનાનો નજારો કેવો રહેશે? અથવા તો, હમણાં આવેલી મસ્ત એનિમેશન ફિલ્મ રિયોકે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-ફાઇવમાં જેની ઝલક જોવા મળે છે એ વિશ્ર્વની નવી સાત અજાયબીમાંની એક એવી ઇશુ ખ્રિસ્તની વિશાળ પ્રતિમા પાસે ઊભા રહીને રિયો ડી જાનેરો શહેરનાં મંત્રમુગ્ધ કરી દેતાં દર્શન કરવાં છે?
સવાલોનો મારો બહુ થઈ ગયો, હવે જઈએ જવાબ તરફ.
હાન્સ નાયબર્ગ નામના ડેન્માર્કના એક કમર્શિયલ ફોટોગ્રાફરે 360 ડીગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે વીઆર પેનોરમા તરીકે ઓળખાથી ફોટોગ્રાફીની એક ખાસ ટેકનિક પર હથોટી કેળવી છે. સાથોસાથ, અત્યાર સુધી મોટા ભાગે પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ કે સ્પેશ્યલાઇઝ્ડ ફોટોગ્રાફી મેગેઝિન્સ સુધી જ સીમિત રહેલા આ વિષયને મારા-તમારા જેવા લોકોમાં લોકપ્રિય બનાવવાની હામ ભીડી છે એમણે. એટલે, 2002માં આ હાન્સભાઈએ એક વેબસાઇટ બનાવી http://panoramas.dk. અત્યારે આ સાઇટ પર વિશ્ર્વના નિષ્ણાત વીઆર પેનોરમા ફોટોગ્રાફર્સે તૈયાર કરેલા, વિવિધ પ્રકારના 700થી વધુ પેનોરમા જોવા મળે છે.
આમ જુઓ તો પેનોરમા વિષય પોતે નવો નથી, બલ્કે બહુ જૂનો છે. વિકિપિડિયા કહે છે કે કોઈ પણ ફિઝિકલ સ્પેસને પેઇન્ટિંગ, ડ્રોઇંગ, ફોટોગ્રાફી, ફિલ્મ/વિડિયો કે થ્રી ડાયમેન્શનલ મોડેલ પર વાઇડ-એન્ગલ વ્યૂમાં દર્શાવવામાં આવે તેને પેનોરમા કહે છે. 1792માં રોબર્ટ બાર્કર નામના એક આઇરિશ પેઇન્ટરે એક સ્થળનાં આવાં પેનોરમિક પેઇન્ટિંગ્સ બનાવ્યાં હતાં અને લંડનમાં ધ પેનોરમાએવા શીર્ષક સાથે તેમને એક્ઝિબિટ કર્યાં હતાં. આ લાક્ષણિક ચિત્રો દર્શાવવા માટે તેમણે ટેકનિક એવી અપનાવી કે એક વિશાળ સિલિન્ડર જેવી સપાટી પર આ પેઇન્ટિંગ્સને એકબીજા સાથે જોડીને મૂકવામાં આવ્યાં અને એ સિલિન્ડરની અંદરની બાજુએથી દર્શકો એને જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી.
તમને યાદ હોય તો થોડાં વર્ષ પહેલાં અમદાવાદ-ગાંધીનગરમાં યોજાયેલા ધાર્મિક મહોત્સવોમાં પણ સિનેમા2000કે એવા કોઈક નામે વિશિષ્ટ પ્રોજેક્શનની સગવડ સાથેની 15-20મિનિટની ફિલ્મો દર્શાવવામાં આવતી હતી. આપણે ટિકિટ ખરીદીને વિશાળ ડોમમાં ઊભા રહેવાનું અને આપણી સામે તથા ડાબી-જમણી અને ઉપર તરફ વિસ્તરેલા પૃથ્વીના ગોળાના ભાગ જેવા પડદા પર ફિલ્મ જોવા મળે. આભાસ એવો જ ઊભો થાય કે આપણે પોતે ફિલ્મમાં જોવા મળતાં દૃશ્યોનો એક ભાગ છીએ!
પેનોરમાઝ.ડીકે સાઇટ પર આ ટેકનોલોજીનું અત્યારનું સ્વરૂપ જોવા મળે છે. એટલે કે અહીં માત્ર 180ડીગ્રી વ્યૂની વાત નથી, અહીં તો 360ડીગ્રી વ્યૂ છે અને કંટ્રોલ તમારા પોતાના હાથમાં છે! સાઇટના અર્કાઇવ્સ પેજ પર જઈને વિશ્ર્વપ્રસિદ્ધ ઇમારતો, ટુરિસ્ટ એટ્રેક્શન્સ, શહેરો, સ્પેસ એક્સપ્લોરેશન્સ, સ્પેશિયલ ઇવેન્ટ્સ, કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળો વગેરેમાંથી જે ગમે તેના પર ક્લિક કરો અને માણો રોમાંચક ઇન્ટરએક્ટિવ પેનોરમા! અલબત્ત, તમને જે જોવા મળશે એ સ્ટીલ ફોટોગ્રાફીથી બનેલા પેનોરમા હશે.
સાઇટ પર પેનોરમા ટેક્નોલોજીની સરળ સમજ આપી છે અને તમારે પોતે આવા પેનોરમા તૈયાર કરવા હોય તો કેવી રીતે કરી શકાય એની સમજ પણ આપી છે. મોટા ભાગના પેનોરમા તમે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વિના જોઈ શકશો, અમુક પેનોરમા માટે, જો તમારા કમ્પ્યૂટરમાં એપલનો ક્વિકટાઇમ પ્રોગ્રામ નહીં હોય તો એ ડાઉનલોડ કરવો પડશે, જે ફ્રી છે.
વિષય મજાનો છે અને ફોટોગ્રાફીમાં થોડોઘણો પણ શોખ હોય તો ઊંડા ઊતરીને તમારા રસના ફલકને અચૂક વિસ્તારવા જેવી આ વાત છે. તક ચૂકશો નહીં!

તાજ જોશો કે બનાવશો?

સામાન્ય રીતે, વેકેશન પડતાં જ છોકરાં (નાનાં હોય કે મોટાં) ટીવી અને કમ્પ્યૂટર સામે ચીટકી જાય અને માબાપ થોડો સમય તો એ ચલાવી લે, પણ પછી એમને વાંધો પડે એ સ્વાભાવિક છે. કીડ્ઝની ચેનલ પર વારંવાર જોવા મળતી પેલી જાહેરખબરમાં કહે છે તેમ હટા ટીવી, હટા કમ્પ્યૂટર, દમ હૈ તો બાહર નીકલવારંવાર બાળકોને કહેવું પડે તો વળી નવો પ્રોબ્લેમ થાય - ઘર બહાર જવું ક્યાં? અને કેટલીક વાર? બંગલા દરેક પાસે હોય નહીં અને દરેક એપાર્ટમેન્ટ્સમાં કારનો એટલો ખડકલો થઈ પડ્યો છે કે બાળકો માટે મોટું મજાનું આંગણું તો હવે સપનું થઈ પડ્યું છે.
તો કરવું શું?
જવાબ સિમ્પલ છે  ઘરે બેસીને કાગળના વાઘ કરવા! અલબત્ત, એ માટે થોડી વાર તો સાયબરસફર કરવી પડશે. બસ થોડી જ વાર માટે કમ્પ્યૂટર અને નેટ કનેક્શન ઓન કરો. www.papertoys.com સાઇટ પર પહોંચી જાવ. અહીં તમારાં આવતાં બેત્રણ વેકેશન ઓછાં પડે એવો ખજાનો ભર્યો છે.
આ સાઇટ પાછળ કોનું ભેજું ને જહેમત છે એનો સાઇટ પર કોઈ ઉલ્લેખ નથી, પણ ટાઇમ મેગેઝિન, ટાઇમ્સ ઓફ લંડન અને ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પાનાં સુધી આ સાઇટનો ઉલ્લેખ પહોંચી ગયો છે. અચ્છા તો હવે વાતમાં વધુ મોણ નાખ્યા વિના, સાઇટ પર શું છે એની વાત કરીએ.
સાઇટ પર અનેક પ્રકારનાં પેપરટોય્ઝ કે મોડેલ બનાવવાની સરળ રીત આપી છે. જેમ કે અહીં તમને સાદી પાર્ટી હેટ કે પેપર ડોલથી શરૂ કરીને તાજ મહેલ, વ્હાઇટ હાઉસ, એફિલ ટાવર, ધોની ફેમ હમ્મર કાર, વ્હાઇટ હાઉસ, બિલ ગેટ્સનું હાઉસ, હેલિકોપ્ટર, બિગ બેન, સાન્તા, સ્પેસ શટલ, રેસિંગ કાર અને સિડનીનું ઓપેરા હાઉસ સુધીનાં મોડેલ બનાવવાની સામગ્રાી મળી જશે.
સામગ્રીમાં ખાસ કંઈ છે જ નહીં. આ દરેક મોડેલ માટે સાદા એ૪ સાઇઝના પેપર પર મોડેલના કટઆઉટ આપવામાં આવ્યા છે. તમે એ પેજ પર પહોંચીને આખા પેજની ઇમેજ, ઘરમાં પ્રિન્ટર હોય તો સીધી પ્રિન્ટ કરી લો અથવા કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરી, પેનડ્રાઇવમાં લઈને ઝેરોક્સ શોપમાં પહોંચી જાવ. અહીં તમે થોડી એન્લાર્જ કરેલી પ્રિન્ટ પણ લઈ શકશો. દરેક મોડેલ માટે સરળ ફોલ્ડ, નંબર સાથે સમજાવેલા છે. બસ, કાતરગુંદર (અજાણ્યો શબ્દ લાગ્યો?) લઈને મચી પડો. નાનાં ટાબરિયાંથી માંડીને મોટેરાં સુધીનાં સૌ કોઈને મજા પડે એવાં અનેક મોડેલ્સ અહીં ઉપલબ્ધ છે. મોડેલ બનાવીને તેને સરસ કલર કરી દો. પછી તેનો એક ફોટોગ્રાફ લઈને તમારા નામ સરનામા સાથે suggestions@papertoys.com પર મોકલી આપો. સાઇટ પર લોકોએ બનાવેલાં મોડેલ્સની ગેલેરી છે.


ઓનલાઇન ક્રિકેટ કોચિંગ!


ઇન્ટરનેટ પર તમે થોડું ગૂગલિંગ કરશો એટલે ક્રિકેટ શીખવતી અનેક વેબસાઇટ્સ નજરે ચઢશે. સ્વાભાવિક છે, ક્રિકેટનો કસ કાઢી લેવામાં સૌ કોઈને રસ હોય અને કેટલાકને ખરેખર ક્રિકેટ સૌને દિલથી શીખવવામાં પણ રસ હોય. નેટ પર ક્રિકેટનું ઓનલાઇન કોચિંગ કરાવતી સાઇટ તો ઢગલાબંધ છે, પણ એમાંની ઘણી સાઇટના સર્જકના પોતાના ક્રિકેટમાં રસને કારણે નહીં, પણ ઓડિયન્સના ક્રિકેટ રસને નજરમાં રાખીને તૈયાર થઈ છે. એટલે કે વધુ લોકો સાઇટ પર આવે તો સાઇટ પર ટ્રાફિક વધે અને ઓનલાઇન એડવર્ટાઇઝિંગમાંથી કમાણી કરી શકાય એવા હેતુવાળી સાઇટ્સ. તમે સારા વિદ્યાર્થી હો તો આવી સાઇટમાંથી પણ શીખી જ શકો એમાં ના નહીં, પણ ઓછા સમયમાં સરસ રીતે શીખવું હોય તો ક્રિકેટ અને ઇન્ટરનેટ બંને ફિલ્ડના પ્રોફેશનલ્સે તૈયાર કરેલી સાઇટના શરણે જવું પડે.
આવો કેટલીક સાઇટ તપાસીએ અને ત્યાં તમને શું શું મળી શકે તેમ છે તે જાણીએ...
ક્રિકેટની વાત આવે ત્યારે ઇંગ્લેન્ડની વાત કર્યા વિના ચાલે નહીં અને ઇંગ્લેન્ડના મીડિયાની વાત કરતાં પહેલું નામ બીબીસીનું આવે. શક્યતા ઓછી છે, પણ જો તમને ક્રિકેટ ઉપરાંત ફેન્સિંગ, સ્ક્વોશ, ટેકવોન્ડો વગેરે  રમતમાં પણ રસ હોય તો પણ આ બધી રમત વિશે અથથી ઇતિ જાણવા માટે બીબીસીનું સ્પોર્ટ્સ સેક્શન (http://news.bbc.co.uk/sport) જોવા જેવું છે. ક્રિકેટની જ વાત કરીએ તો અહીં તમને લેટેસ્ટ સ્કોર, રીઝલ્ટ, આગામી મેચીઝ, જુદી જુદી ઇન્ટરનેશનલ ટીમ્સ, ક્રિકેટના કાયદા અને સાધનો વગેરે વિશે અત્યંત વિગતવાર માહિતી મળશે. આમાંથી સ્કોર, રીઝલ્ટ, મેચીઝ વગેરે બધું તો તમે મોટા ભાગે યાહૂની ક્રિકેટ સાઇટ (http://cricket.yahoo.com) પર જોઈ જ લેતા હશો, પણ પદ્ધતિસરનું ક્રિકેટ શીખવામાં જેને રસ છે એને બીબીસીની સાઇટ પરના ક્રિકેટ વિભાગમાં સ્કિલ્સનું સેક્શન ખાસ ઉપયોગી થાય તેવું છે.
ગલી ક્રિકેટની મજા જુદી જ છે, પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમવાનું તમારું સ્વપ્ન હોય અને એને સિદ્ધ કરવા પૂરી મહેનત કરવાની તૈયારી હોય તો અહીં તમને પાર વગરના વિડિયોઝ જોવા મળશે. બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ અને વિકેટ કીપિંગના બેઝિકસથી માંડીને જુદાં જુદાં પાસાંની એકદમ ડાણભરી સમજ પણ મળશે.

સ્પિન બોલિંગની વાત કરીએ તો અહીં ઓફ-સ્પિન, લેફ્ટ-આર્મ, લેગ-સ્પિન, ટોપ-સ્પિનર, ગૂગલી, ફ્લિપર વગેરે દરેક પ્રકારની સરળ ગ્રાફિક્સ સાથે સમજણ આપી છે. કેટલીક બાબતો એનિમેશનની મદદથી પણ સમજાવવામાં આવી છે. સાથે સાથે જુદા જુદા પ્લેયર્સની બોલિંગનાં બારીક પાસાં બતાવતા વિડિયોઝ પણ સામેલ છે.
આવી એક બીજી સાઇટ (http://cricketsecrets.com/) પણ સરસ છે. ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડના લેવલ વન ક્રિકેટ કોચ ઇયાન કેનવેની આ સાઇટ (કે બ્લોગ) પર ક્રિકેટના ઇતિહાસથી માંડીને રમતી વખતે ઇજાથી કેમ બચવું અને માનસિક સંતુલન કેવી રીતે જાળવવું ત્યાં સુધીની વાતો સરસ રીતે વણી લેવાઈ છે. આ સાઇટ જોકે વ્યક્તિગત ધોરણે બનેલી સાઇટ છે અને તેમાં ક્રિકેટ કોચિંગને લગતાં પુસ્તકોનું વેચાણ પણ સામેલ છે.
થોડાં ડોકિયાં વિડિયો વર્લ્ડમાં


યૂટ્યૂબ સિવાય પણ ઘણા રસ્તા છે. વિડિયોજગ (www.videojug.com), સૂટ્રી (www.sutree.com), વ્યૂડુ (www.viewdo.com), હેલ્પફૂલવિડિયો (www.helpfulvideo.com), ટીચરટ્યૂબ (www.teachertube.com), વિડિપીડિયા (www.vidipedia.org) વગેરે વગેરે ઘણી વિડિયો સાઇટ્સ છે જે નેટ પરના વિવિધ સ્ત્રોતમાંથી વિડિયો શોધી લાવીને, મોટા ભાગે જુદી જુદી કેટેગરીમાં ગોઠવીને રજૂ કરે છે. તમને યાદ હશે કે અગાઉ આપણે ફાઇવમિન (www.5min.com) અને ઇહાઉ (www.ehow.com) જેવી વિડિયો સાઇટ વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. મોટા ભાગે આ બધી સાઇટનો મુખ્ય ઝોક હાઉ ટુપ્રકારના વિડિયો પર હોય છે. આ બધાથી થોડી અલગ તરી આવતી ત્રણ સાઇટ પર એક નજર...
  • લખોટી કે એરપ્લેન કે બોલ બેરિંગ કે વિડિયો ગેમ કે વાંસળી કે સિક્કા વગેરે વગેરે કેમ બને એ નજરોનજર જોઈ શકો છો સાયન્સહૅક (www.sciencehack.com) સાઇટના હાઉ ઇટ ઇઝ મેડવિભાગમાં. સાઇટ તેના દાવા મુજબ, સાયન્સ વિડિયોઝનું એક યુનિકસર્ચ એન્જિન છે. યુનિકએ રીતે કે તેમાં દરેક વિડિયો સાઇટના વિજ્ઞાનીઓ જુએ છે, તેની ચોક્સાઈ અને ગુણવત્તા તપાસે છે અને પછી જ તમારી સમક્ષ મુકાય છે. સાઇટ પર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ ઉપરાંત સ્પેસ, રોબોટિક્સ, સિવિલ એન્જિનીયરિંગ, કમ્પ્યૂટર સાયન્સ, ગ્રીન એનર્જી, નેચર વગેરે વિષય પરના વિડિયોઝ છે. મેથ્સ વિભાગમાં મેજિક ક્યુબને ૧૦૦થી ઓછાં સ્ટેપમાં કેવી રીતે સોલ્વ કરી શકાય એવો વિડિયો પણ છે, એટલે ગણિતને બોરિંગ ગણીને દૂર ન ભાગતા.
  • કંઈક જુદું જ, ફ્રેશ જોવું હોય તો પહોંચો નેશનલ જ્યોગ્રોફિકની વિડિયો સાઇટ પર (video.nationalgeographic.com/). બીજી સાઇટ્સની જેમ અહીં વિડિયોઝની ભરમાર નથી, પણ જે છે એ મસ્ત છે. અહીં એનિમલ્સ, એન્વાયર્નમેન્ટ, કિડ્ઝ, મૂવિઝ, મ્યુઝિક અને ન્યૂઝની કેટેગરીમાં વિડિયોઝ છે.  દરેકની અંદર પાછી કેટેગરી અને સબકેટેગરી છે. જેમ કે, એન્વાયર્નમેન્ટ વિભાગમાં ગોઇંગ ગ્રીન કેટેગરીમાં ગ્રીન હોમ મેકઓવર સબકેટેગરીમાં જશો તો તમને ઘરમાં ચોતરફ કેવાં નાનાં નાનાં પગલાં લઈને તમે ગ્લોબલ વોર્મિંગને ખાળી શકો એના રસપ્રદ વિડિયો જોવા મળશે.
દુનિયામાં ડોકિયાં, લાઇવ !


મે મહિનાના પહેલા જ દિવસે, અમેરિકામાં ફરી સખ્ખત ફફડાટ ફેલાયો.ક્રોસરોડ્સ ઓફ ધ વર્લ્ડગણાતા, માત્રઅમેરિકા જ નહીં, દુનિયાઆખીના હાર્દ સમા ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં એક કારમાંથી ધૂમાડોદેખાયોઅનેપોલીસનેકારમાંથી બોમ્બ મળી આવતાં, ગણતરીની પળોમાં દુનિયાના આ કદાચ સૌથી વ્યવસ્તવિસ્તારનેખાલીકરવામાંઆવ્યો.
આ ટાઇમ્સ સ્ક્વેર આખરે છે કેવો? ત્યાં રોજેરોજ કેટલીક ભીડભાડ રહેતી હશે? જાયન્ટ બિલબોડર્સ, તડકભડકનિયોન લાઇટ્સ અને સ્ક્રીનથી સતત ચમકતા રહેતા આ વિસ્તારમાં અત્યારે, તમે આ વાંચો છોત્યારેકેવોકટ્રાફિક છેએ, જાણવું તો ઠીક, નજરોનજર જોવું છે? પહેલી મેએ કારમાં બોમ્બ મળ્યા પછી ટાઇમ્સ સ્ક્વેરપરકેવોસણાટોછવાઈ ગયો એ જોવું છે?
તો પહોંચો www.earthcam.com સાઇટ પર. આ સાઇટ ચલાવતી કંપનીએ ટાઇમ્સસ્ક્વેરપરસ્ટ્રેટેજિકલોકેશન્સ પર લાઇવ કૅમેરા મૂક્યા છે. આ કૅમેરા સતત ટાઇમ્સ સ્ક્વેર પર ચાલતી ચહલપહલ રેકોર્ડકરેછેઅને એ તમેજોઈ શકો છો તેની સાઇટ પર - લાઇવ! અને હા, તમે સમજી જ ગયા હશો કે વાતમાત્રટાઇમ્સસ્ક્વેરની નહીં હોય. જી, કંપનીએ દુનિયાભરમાં અનેક સ્થળે લાઇવ કૅમેરા ગોઠવ્યા છે અથવા લોકલકંપનીઝસાથે આમાટે ટાઇઅપ કર્યાંછે. પરિણામે, આખી દુનિયામાં ઠેકઠેકાણે આ ઘડીએ શું ચાલે છે તે તમે જોઈ શકોછો, તમારાકમ્પ્યૂટરની નાની એવીબારીમાંથી ડોકિયું કરીને.
આમ તો આ આખી વાત કોઈ જ્વેલરના શોરૂમ જેવી છે. શોરૂમના  માલિકે બેત્રણમાળનાશોરૂમમાંઠેકઠેકાણેકૅમેરા મૂક્યા હોય અને પોતાની ચેમ્બરમાં બેઠાં બેઠાં એ આખા શોરૂમની ગતિવિધિ  પર નજરરાખેએનાજેવી જ, પણ જબરજસ્ત  મોટા સ્કેલ પરની આ સર્વિસ છે.
અર્થકૅમ  ઇન્કોર્પોરેશનની સ્થાપના ૧૯૯૬માં થઈ અને આજે વેબકૅમ કન્ટેન્ટ, ટેક્નોલોજીઅનેસોફ્ટવેરનાક્ષેત્રમાંતે વર્લ્ડ લીડર છે. આજે કંપનીના હજારો કૅમેરા રોજેરોજ દુનિયાની લાખો ઇમેજીસ કેપ્ચર કરતારહેછે. ગુજરાતી તરીકેઆપણે પહેલો સવાલ એ થાય કે આમાં કંપનીને લાભ શું? લાભ એ કે કંપનીવિવિધકોર્પોરેટકસ્ટમર્સને વિઝયુઅલઇન્ફર્મેશન સોલ્યુશન્સપૂરાં પાડે છે. આ કંપની ગ્લોબલ ઇવેન્ટ્સ કેપ્ચર કરેછેઅનેએમએસએન, યાહૂ, એઓએલ, ઇએસપીએન, ફોર્ડ, પાનાસોનિક જેવી કંપની તેની ક્લાયન્ટ છે.
આપણા માટે તો, આ કંપનીના મુખ્ય બિઝનેસની આડપેદાશ જેવી તેની સાઇટમાં રસ પડે તેમ છે. આસાઇટએકરીતે તો દુનિયાભરમાં ગોઠવાયેલા વેબકૅમ્સના સર્ચએન્જિન તરીકે કામ કરે છે. હવાઇ ટાપુઓ, પેરિસનોએફિલટાવર, ટોક્યોની સ્કાયલાઇન, નાયગરા ફૉલ્સ વગેરે વગેરે ઘણું બધું તમે આ સાઇટ પર લાઇવ જોઈશકો છો. દુનિયાનાકોઈઅખાતમાં ઓઇલ ટેન્કરમાંથી ઓઇલ સ્પીલ થાય કે કોઈ ખૂણે અભૂતપૂર્વ પૂર આવે તો ત્યાં કેકોઈપાવરપ્લાન્ટની છતપર કોઈ બાજે બાંધેલા માળામાં સુદ્ધાં આ સાઇટની મદદથી તમે ડોકિયું કરી શકો છો.

ગુજરાતીમાં જીમેઇલ!
                         આ સુવિધા હિન્દીમાં તો ઘણા સમયથી હાજર હતી. જીમેઇલમાં કમ્પોઝ મેઇલના બોક્સમાં સબ્જેક્ટ બોક્સ નીચે હિન્દીમાં દેખાય છે તે ડ્રોપડાઉન મેનુમાંથી ગુજરાતી સિલેક્ટ કરો અને અંગ્રેજીમાં ટાઈપ કરી ગુજરાતીમાં પરિણામ મેળવો. ફરી અંગ્રેજીમાં જવા ‘ને ક્લિક કરી ટ્રાન્સલિટરેશન ડિસેબલ કરી દો - સિમ્પલ!

No comments:

Post a Comment