Clipart ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામ સેવા કેન્દ્ર ભલાડા. તા. માતર જી.ખેડા. બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ભલાડાનું ૧૯૭૭-૭૮ માં સ્વ.તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ એ મકાનનું ખાતમુરત કર્યું.

સુવિચાર : સારી રીતે જીવી જાણે તે સાચો કલાકાર છે - ગાંધીજી.....સાચું બોલવાની પણ એક રીત હોય છે, તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ ....... માતાનું હ્રદયએ બાળકની પાઠશાળા છે..... મુશ્કેલીઓનો સામનો કરવો તેનું નામ જીદગી..... વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી..... પોતાના દોસને પોતાની પહેલા મરવા દો.....પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે......મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે…...... મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર.....જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.–ડબલ્યુ એમ. ઈવાર્ટસ......બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.–ચાણક્ય......પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ......હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.–સ્વામી વિવેકાનંદ.......બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.–ડેલ કાર્નેગી.......સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.–ખલીલ જિબ્રાન........કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.-જે. કૃષ્ણમૂર્તિ...... જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી......... આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. –ચાણક્ય.........જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? –બબાભાઈ પટેલ...........પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ. –રવીન્દ્રનાથ ટાગોર.......... જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. –ગુરુ નાનક............ માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. –ઉમાશંકર જોશી.......... કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. –હરીન્દ્ર દવે.......... જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. –ડૉંગરે મહારાજ......... ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. –થોમસ પેઈન........... ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ? –રવીન્દ્રનાથ ટાગોર......... હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. –આલબર્ટ આઈન્સ્ટાઈન......... જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. –શ્રીમદ્ રાજચંદ્ર.......... આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઈટૉન............. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. –ફાધર વાલેસ........... આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ........... બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. –વિનોબાજી........... વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. –શ્રી મોટા........... જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ? –શેખ સાદી........... મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ? –ગોનેજ........... આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. –સ્વેટ માર્ડન........... જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. –ધૂમકેતુ........... કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે. –ગોલ્ડ સ્મિથ........... ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. –પ્રેમચંદ........... દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. –રવીન્દ્રનાથ........... ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. –રહીમ........... ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. –ગાંધીજી........... જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. –કાંતિલાલ કાલાણી........... મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. –મધર ટેરેસા........... માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. –ફાધર વાલેસ........... મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. –રવીન્દ્રનાથ ટાગોર........... તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું ! –રાજેશ વ્યાસ ‘મિસ્કીન’........... જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે. –એડવિંગ ફોલિપ........... કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. –મોરારજી દેસાઈ........... હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. –ચાલટેન હેસ્ટન........... માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. –ડૉ. રાઘાકૃષ્ણન........... વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ........... દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. –લોકમાન્ય ટિળક........... દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. –ધૂમકેતુ........... આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. –જોન ફ્લેયર........... જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. –શંકરાચાર્ય........... જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. –શ્રીમદ્ રાજચંદ્ર........... ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? –કવિ કાલિદાસ........... જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. –આરિફશા........... એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં. –શરત્ચંદ્ર........... સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે. –કવિ કલાપી........... એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય. –લોવેલ........... સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી. –ચાણક્ય........... આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે. –અર્લ વિલ્સન........... જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ. –ખલિલ જિબ્રાન........... જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે. –લૂઈ જિન્સબર્ગ........... આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો. –જનરલ એબ્રગોન........... ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. –સરદાર પટેલ........... જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે. –જેરેમી ટેસર...........

Thursday, 19 April 2012

ચાણક્યનું નીતિશાસ્ત્રના નિયમો :

ચાણક્યનું નીતિશાસ્ત્રના નિયમો

વિકાસની વાતોમાં નીતિશાસ્ત્ર એ પહેલું પગથિયું છે. જો તમે રાજનીતિસમાજનીતિઅર્થનીતિ વગેરેમાં પારંગત હો,જાણકાર હો તો જીવનમાં સફળતાનાં દ્રાર આપોઆપ ખૂલી જાય છેલોકચાહના મળે છે તથા જીવન જીવવાનો સંતોષ મળે છે. માનવીની તેજસ્વિતા તથા ગહન બુદ્ધિની પરીક્ષા એ જ છે કે તે ચાણક્યના લખેલા નીતિશાસ્ત્રની એરણ પર ખરી ઊતરે! જો તમે આ નીતિશાસ્ત્ર સમજોવ્યવહારમાં ઉતારો તો દરેક મુશ્કેલ પળમાં પણ એ કામ આવશે. આવા અદભૂત જ્ઞાનના કેટલાક અંશો અહી આપવા કોશિશ કરી છેજેથી આ નીતિશાસ્ત્રનો આસ્વાદ સૌ માણે. તેના વિચારોને ટૂંકી જાણકારીના સ્વરૂપમાં કોઈપણ જાતની ટીકા-ટિપ્પણી વગર આપ્યા છે.
ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ.
જ્યાંઆદર સન્માન ના હોય ત્યાં આજીવિકાનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ.
કામ સોંપો ત્યારે નોકરીનીદુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે.
જે નિશ્વિતને છોડીઅનિસ્વિતની પાછળ દોડે છેતે નાશ પામે છે.
નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવું.
મીઠી મીઠી વાતો કરેપણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો.
મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી.
જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાંતેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં.
ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામો છો.
મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે.
દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છેકારણકે તે એક જ વાર કરડે છે.
વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે.
પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી.
જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે છે તેમ એક સુપુત્ર આખા કુટુંબની શોભા વધારે છે.
જેમ એક સુકા વૃક્ષને આગ લાગતાં આખું જંગલ બળી જાય છેતેમ એક મુર્ખ પુત્ર આખા કુટુંબને નષ્ટ કરી નાખે છે.
જ્યાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થતો નથી ત્યાં લક્ષ્મી આવીને વસે છે.
આ સંસારમાં ત્રણ વાતથી શાંતિ મળે છે, – સારું સંતાનપતિવ્રતા સ્ત્રી તથા સજ્જનનો સત્સંગ.
જેમાં દયા અને મમતા ન હોય તેવા ધર્મનો ત્યાગ કરવો.
સોનાની ચાર કસોટી છે – ઘસવાનુંકાપવાનુંતપાવવાનું તથા કૂટવાનું. એમ મનુષ્યની પણ ચાર કસોટી છે. –સજ્જનતાગુણઆચાર,વ્યવહાર.
સાફ વાત કરવાવાળો ધોખેબાજ નથી હોતો.
શ્રેષ્ઠ પુરુષોની ઓળખાણ તેમના ગુણોથી થાય છે
જ્ઞાનથી ધર્મની રક્ષા કરી શકાય છે.
સત્યના લીધે જ પૂથ્વી સ્થિર છે.
આ સંસારમાં લક્ષ્મીજીવનયૌવન સર્વ નાશવંત છેફક્ત ધર્મ સ્થિર છે.
મનુષ્ય જેવું ધન કમાય છેતેવું જ સંતાન જન્મે છે.
સંતોષથી મોટું કોઈ સુખ નથીલાલચથી મોટો કોઈ રોગ નથી.
વિદ્રાનની હંમેશા પ્રશંશા થાય છે.
જે બીજાના ભેદ પ્રગટ કરે છેતે નષ્ટ થઈ જાય છે.
જેનામાં યોગ્યતા નથીતેને ઉપદેશ આપવો વ્યર્થ છે.
આ સંસારમાં એવો કોઈ ઉપાય નથીજેનાથી દુર્જનને સજ્જન બનાવી શકાય.
જે પોતાનો સમુદાય છોડીબીજાના સમુદાયમાં આશ્રય લે છેતે નષ્ટ થઈ જાય છે.
જે ધન પ્રત્યે આસક્તિ રાખે છેતે સત્ય બોલી શક્તો નથી.
સજ્જન પુરુષનાં દર્શનથી પુણ્ય પ્રાપ્ થાય છેકારણકે તે તીર્થસ્વરૂપ છે.
વ્યક્તિને દરેક સ્થાનેથી કાંઈક ને કાંઈક શીખવા મળે છે.
વગર વિચારે બોલવાવાળો જલદીથી નાશ પામે છે.
બુદ્ધિમાન વર્તમાન સમય પ્રમાણે જ કામ કરે છે.
સ્નેહ અને પ્રેમ બધાં દુઃખોનું મૂળ છે.
આવનાર વિપત્તિનો વિચાર કરી તેનો સામનો કરવા તૈયાર રહેનાર સુખી થાય છે.
પ્રજા એવું જ આચરણ કરે છે જેવું રાજા (રાજનેતા) કરે છે.
મનુષ્ય પોતાના વિચારોનો જ દાસ છે.
આ પૃથ્વિ પર ત્રણ જ રત્ન છેપાણીઅન્ન અને હિતકારી વચન.
સુપાત્રને દાન અથવા બુદ્ધિમાનનું જ્ઞાન આપોઆપ જ રેલાઈ જાય છે.
જે વ્યક્તિ અવસર પ્રમાણે પોતાની ગરિમા પ્રમાણે બોલે છે – તે જ વ્યક્તિ મહાન છે.
સજ્જન વ્યક્તિ નિર્ધન થઈ જવા છતાં સજ્જનતા નથી છોડતી.
મનુષ્યને સારા ગુણોથી શ્રેષ્ઠતા મળે છે – ઊંચા આસનથી નહીં.
પુસ્તકોમાં પડેલી વિદ્યા તથા બીજા પાસે પડેલું ધન શા કામનું !
જે જેવો વ્યવહાર કરેતેવો વ્યવહાર તેની સાથે કરવો.
જેનામાં લોભ હોયતેને બીજી બુરાઈની શી જરૂર!
જે સત્ય બોલે છેતેને તપ કરવાની શી જરૂર છે !
જે લોકો સંસારમાં ફક્ત ધનની ઇચ્છા રાખે છે તે અધમ છેજે ધન તથા સન્માન બન્નેની આશા રાખે છે તે મધ્યમ છે,પણ ઉત્તમ મનુષ્યો ફક્ત સન્માનની જ આશા રાખે છે.
ચાણક્યનીતિ એ વિશ્વની શ્રેષ્ઠ ફિલોસોફી છે. એનું રહસ્ય જે સમજી શકે છે તે કોઈથી મહાન થતા નથીજીવનમાં આગળ જવું હોય તો ચાણક્યને સમજવા પડે.




ચાણક્ય નીતિ + ચતુરાઈ ની નીતિ

ખોટું બોલવું , વિચાર્યા વિના કોઈ કાર્ય કરવું ,છળકપટ કરવું , મૂર્ખતા , વધુ પડતો મોહ ,ગંદકી અને નિર્દયતા -આ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ છે.
સુંદર ભોજન , એ માટે જરૂરી પાચનશક્તિ , કામેચ્છા અને કામશક્તિ, સુંદર સ્ત્રી ,વૈભવ -વિલાસ અને દાન કરવાનું સામર્થ્ય -આ છ સુખ કોઈ ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વજન્મનાં પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ છે.
જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય , જે પોતાના ધન -વૈભવ થકી સંતુસ્ટ હોય તેને માટે અહી પૃથ્વી પર જ સ્વર્ગ છે.
જે પિતાની સેવા કરે છે તે જ પુત્ર છે. જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે તે જ સાચો પિતા છે. જે વિશ્વાસપાત્ર હોય તે જ મિત્ર છે અને હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.
જે તમારી સામે તમારા કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા વિષયુકત  ઘડાની સમાન છે .તેનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે
જે કુમિત્ર છે તેનો કદાપી વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેની પર પણ આંધળો વિશ્વાસ ના કરવો તે ક્યારેક ગુસ્સામાં આવીને પણ તમારી વાત જાહેર કરી શકે છે.
જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હોય તેને ખાનગી રાખો. તે શરુ થાઈ ત્યારથી પૂરું ના થાય ત્યાં સુધી કોઈને પણ ન જણાવશો.
મૂર્ખતા , યૌવન દુઃખદાયક છે, પરંતુ પરવશ થવું તે તો સૌથી વધુ દુઃખદાયક ગણાય છે.
દરેક પર્વત પરથી હીરા માણેક મળતા નથી અને દરેક હાથી ના મસ્તકમાંથી મણી મળતા નથી ,તેજ રીતે સમાજમાં દરેક સ્થળે સંતો મળતા નથી અને દરેક જંગલમાં ચંદનના લાકડા મળતા નથી.
બુધ્ધિમાન લોકોએ પોતાના સંતાનોને હંમેશા સદાચારનું જ્ઞાન આપવું જોઈએ .નીતિવાન અને સદાચારી જ લોકો સમાજમાં પુજાય છે.
સંબધોની કસોટી
કોઈ મહત્વપુર્ણ કાર્ય દરમિયાન સેવકની ,દુઃખ આવી પડે ત્યારે સગા-સંબંઘીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરીદ્રવ્સ્થામાં પત્નીની કસોટી થાય છે.
સાચો મિત્ર
કોઈ રોગ થયો હોય ,દુઃખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જયારે કોઈ મુશ્કેલી સર્જે,રાજધ્વાર ,સ્મશાન કોઈના મૃત્યુ નાં સમયે જે વ્યક્તિ સાથ ન છોડે ,એજ સાચા મિત્ર છે.
મૂર્ખાઈ
જે વ્યક્તિ નિશ્ચીત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ ભાગે છે ,તેના હાથમાં આવેલું કાર્ય પણ ગુમાવે છે.

વિવાહ
પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોવા છતા તેનો ત્યાગ કરવો જોઇએ , કારણકે કે વિવાહ સમાન કુળમાં જ શોભે છે.
કોનો વિશ્વાસ ના કરાય ?
લાંબા નખવાળા પ્રાણીઓ, નદીઓ, મોટા શીંગડાવાળા પ્રાણીઓ ,હથિયારધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ પરિવારો આ છએ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન મુકવો.
સાધન નહિ સાધ્ય મહતવપૂર્ણ
અમૃત ઝેરમાં વિટાયેલું હોય,સોનું અશુદ્ધ ચીજોમાં હોય, ઉતમ વિદ્યા નીચી વ્યક્તિ પાસે થી મળે તો, નીચા કુળમાં જન્મ થયેલી ઉતમ ગુણવાળી ,સુશીલ કન્યારુપી રત્નનો સ્વીકાર કરવો જોઇએ.
સ્ત્રી સમોવડી
પુરુષ કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું ,અક્કલ કાર ગણી, સાહસવૃતિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે.
રક્ષણ
મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ રક્ષણ કરવું  જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની ને પણ છોડતા અચકાવું  જોઈએ નહિ.
ચંચળ લક્ષ્મી
લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે.
ક્યાં ક્યાં ના રહેવાય ?
જે દેશ માં માન-સન્માન  ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .
જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ  કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે.
અયોગ્ય પ્રદેશ
જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ, ઉદારતા  અને દાન કરવાની વૃતિ ના હોય  તે પાંચ સ્થાનમાં ના જ રેહવું.

No comments:

Post a Comment