જીવનપાથેય
રાત્રે વહેલા જે સુવે , વહેલા ઊઠે તે વીર ,
પ્રભુ ભજન પછી ભોજન ,કહેવાય એ નરવીર .
આહાર એજ ઔષધ છે ,ત્યાં દવાનું શું કામ,
આહાર વિહાર અજ્ઞાનથી,દવાખાના થયા છે જામ.
ઊધો સુવે તે અભાગ્યો ,છતો સુવે તે રોગી,
ડાબે તો સૌ કોઈ સુવે,જમણે સુવે તે યોગી .
ઘર ઘરમાં રોગના ખાટલા,ને દવાખાનામાં બાટલા,
ફ્રીજના ઠંડા પાણી પીને ,ભૂલી ગયા છે માટલાં .
પૂર્વે ઓશીકે વિદ્યા મળે ,દક્ષિણે ધન કમાય ,
પશ્ચિમે ચિંતા ઉપજે ,ને ઉતારે હાનિ થાય .
રસોઈ રાધે જો પિત્તળ માં ,ને પાણી ઉકાળે તાંબું ,
જો ભોજના કરે કસામાં ,તો જીવન માણે લાબુ .
ચણો કહે હું ખરબચડો ,મારો પીળો રંગ જણાય ,
જો રોજ પલાળી મને ખાય તો ઘોડા જેવો થવાય .
માગ કહે હું લીલો દાણો ,ને મારે માથે ચાદું ,
બે ચાર મહિના મને ખાય ,તો માણસ ઉઠાડું માદું .
ગાયનું ઘી છે પીળું સોનું ,ને મલયનું ઘી ચાંદી ,
હવે વનસ્પતિ ઘી ખાય ને ,થાય સારી દુનિયા માંદી .
ઘઉં ખાવાથી શરીર ફુલે ને ,જવ ખાવાથી જુલે,
મગ ને ચોખા ના ભૂલે ,તો બુદ્ધીના બારણાં ખૂલે .
No comments:
Post a Comment