બાળપણથી જ તે ભણવામાં ખૂબ જ
તેજસ્વી હતી. તેને અંતરિક્ષ, ગ્રહ, તારા અને પક્ષીઓ કેવી રીતે ઉડે છે તે જાણવાની જિજ્ઞાસા રહેતી
હતી. શાળાકીય અભ્યાસ દરમ્યાન ઉડવાનું પ્રશિક્ષણ પણ મેળવી લીધું હતું. કલ્પના ચાવલા
એ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, કર્નાલ શાળામાં અને ૧૯૮૨માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે
એરોનોટિકલ એન્જીનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ ૧૯૮૨માં યુનાઇટેડ સ્ટેટ્સ
ગયા અને ૧૯૮૪ માં એર્લિંગ્ટન ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ
એન્જિનિયરીંગ માં M.S. ની ડિગ્રી મેળવી. કલ્પના ચાવલા એ બીજી M.S. ડિગ્રી૧૯૮૬માં
અને Ph.D.૧૯૮૮માં બાઉલ્ડર ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોસ્પેસ
એન્જિનિયરિંગ પૂર્ણ કરી હતી.
“ તમે જે
કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ
શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.”
આ શબ્દો ભારતની પ્રથમ
મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાના છે. કલ્પના ચાવલા (૧ જુલાઇ, ૧૯૬૧ -
૧ ફેબ્રુઆરી, ૨૦૦૩) એક ભારતીય-અમેરિકન
અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ ૧૯૯૭ માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક
રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં
માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.
માર્ચ ૧૯૯૫માં કલ્પના ચાવલાના
જીવનનું સૌથી મોટું સપનું પૂરૂં થયુ. તેને પહેલી અંતરીક્ષ ઉડાન માટે પસંદ કરવામાં
આવી. અ પસંદગી પછી આઠ મહિના પછે કલ્પનાનું પહેલું અંતરીક્ષ મિશન ૧૯ નવેમ્બર ૧૯૯૭ના
રોજ શરૂ થયું. કલ્પનાએ પોતાના આ પહેલા અંતરીક્ષ મિશનમાં પોતાના છ સાથિઓ સાથે ૧.૦૪
કરોડ માઈલનું અંતર કાપી ૩૭૨ કલાકમાં અંતરીક્ષમાં પસાર કર્યા હતા. આ દરમિયાન તેણે
ધરતીના ૨૫૨ ચક્કર પણ લગાવ્યા.
No comments:
Post a Comment