Clipart ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામ સેવા કેન્દ્ર ભલાડા. તા. માતર જી.ખેડા. બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ભલાડાનું ૧૯૭૭-૭૮ માં સ્વ.તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ એ મકાનનું ખાતમુરત કર્યું.

સુવિચાર : સારી રીતે જીવી જાણે તે સાચો કલાકાર છે - ગાંધીજી.....સાચું બોલવાની પણ એક રીત હોય છે, તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ ....... માતાનું હ્રદયએ બાળકની પાઠશાળા છે..... મુશ્કેલીઓનો સામનો કરવો તેનું નામ જીદગી..... વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી..... પોતાના દોસને પોતાની પહેલા મરવા દો.....પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે......મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે…...... મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર.....જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.–ડબલ્યુ એમ. ઈવાર્ટસ......બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.–ચાણક્ય......પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ......હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.–સ્વામી વિવેકાનંદ.......બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.–ડેલ કાર્નેગી.......સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.–ખલીલ જિબ્રાન........કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.-જે. કૃષ્ણમૂર્તિ...... જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી......... આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. –ચાણક્ય.........જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? –બબાભાઈ પટેલ...........પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ. –રવીન્દ્રનાથ ટાગોર.......... જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. –ગુરુ નાનક............ માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. –ઉમાશંકર જોશી.......... કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. –હરીન્દ્ર દવે.......... જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. –ડૉંગરે મહારાજ......... ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. –થોમસ પેઈન........... ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ? –રવીન્દ્રનાથ ટાગોર......... હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. –આલબર્ટ આઈન્સ્ટાઈન......... જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. –શ્રીમદ્ રાજચંદ્ર.......... આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઈટૉન............. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. –ફાધર વાલેસ........... આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ........... બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. –વિનોબાજી........... વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. –શ્રી મોટા........... જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ? –શેખ સાદી........... મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ? –ગોનેજ........... આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. –સ્વેટ માર્ડન........... જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. –ધૂમકેતુ........... કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે. –ગોલ્ડ સ્મિથ........... ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. –પ્રેમચંદ........... દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. –રવીન્દ્રનાથ........... ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. –રહીમ........... ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. –ગાંધીજી........... જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. –કાંતિલાલ કાલાણી........... મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. –મધર ટેરેસા........... માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. –ફાધર વાલેસ........... મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. –રવીન્દ્રનાથ ટાગોર........... તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું ! –રાજેશ વ્યાસ ‘મિસ્કીન’........... જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે. –એડવિંગ ફોલિપ........... કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. –મોરારજી દેસાઈ........... હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. –ચાલટેન હેસ્ટન........... માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. –ડૉ. રાઘાકૃષ્ણન........... વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ........... દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. –લોકમાન્ય ટિળક........... દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. –ધૂમકેતુ........... આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. –જોન ફ્લેયર........... જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. –શંકરાચાર્ય........... જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. –શ્રીમદ્ રાજચંદ્ર........... ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? –કવિ કાલિદાસ........... જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. –આરિફશા........... એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં. –શરત્ચંદ્ર........... સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે. –કવિ કલાપી........... એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય. –લોવેલ........... સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી. –ચાણક્ય........... આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે. –અર્લ વિલ્સન........... જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ. –ખલિલ જિબ્રાન........... જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે. –લૂઈ જિન્સબર્ગ........... આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો. –જનરલ એબ્રગોન........... ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. –સરદાર પટેલ........... જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે. –જેરેમી ટેસર...........

Tuesday, 1 September 2020

પ્રવૃતિ અહેવાલ - ૨૦૨૦

 

v વાલી સંપર્ક  : (૦૮-૦૬-૨૦૨૦ )







v વિકલાંગો માટે કીટનું વિતરણ: (૧૩-૦૬-૨૦૨૦ )

 


           

v

ઓનલાઈન શિક્ષણ: વોટ્સઅપ ગ્રુપ દ્વારા   : (૧૫-૦૬-૨૦૨૦)




v ઘર શાળા :પાઠ્ય પુસ્તક વિતરણ  : (૨૨-૦૬-૨૦૨૦)




v શતાબ્દી વર્ષ નિમિતે વૃક્ષારોપણ અને  રોપા વિતરણ : (૨૨-૦૭-૨૦૨૦)





v ઘર શાળા  : (૨૪-૦૭-૨૦૨૦)








શતાબ્દી વર્ષ નિમિતે ખેતી કીટનું વિતરણ : (૩૧-૦૭-૨૦૨૦)






ગ્રામસેવા કેન્દ્ર ભલાડાની સેવાકીય પ્રવૃતિઓ

v આરોગ્ય લક્ષી કાર્ય :

v માં અમૃતમ યોજના અંતર્ગત ભલાડા ગામના જરૂરિયાત મંદ પરિવાઓને વિનામુલ્યે આરોગ્યલક્ષી સારવાર માટે માં અમૃતમ અને આયુષ્યમાં કાર્ડ ૪૮ કાઢી આપવામાં આવ્યા , જેમાં પરિવારના પાંચ સભ્યોને પાંચ લાખની આરોગ્યલક્ષી સારવાર આરોગ્ય વિભાગ દ્વારા સૂચવેલ હોસ્પિટલોમાં વિના મૂલ્યે મળશે .

v કોનકોર્ડ બાયોટેક લીમિટેડ માતર તાલુકાના સહયોગથી ભલાડા ગામમાં દર ગુરુવારે વિનામુલ્યે પ્રાથમિક સારવાર કાર્ય શરૂ કરવામાં આવ્યું .

v રેડક્રોસ સોસાયટી ખેડા – આણંદ જિલ્લાના સહયોગથી ભલાડા ગામના જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓને લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે .

v ચારુસેટ હોસ્પિટલ ચાંગા , જાયડસ હોસ્પિટલ આણંદ , મહાગુજરાત હોસ્પિટલ , ચરોતર હોસ્પિટલ ખેડા , ક્રુષ્ણ હોસ્પિટલ કરમસદ ના સહયોગથી ભલાડા ગામના દર્દીઓ માટેની આરોગ્યલક્ષી સારવાર માટે કાર્ય થાય છે. 

 

v વૃક્ષોનું જતન :

v વન વિભાગ માતર તાલુકાનાં સહયોગથી ભલાડા ગામના ખેડૂતોને શતાબ્દી વર્ષ ઉજવણી નિમિતે છોડ નું વિતરણ કરવામાં આવ્યું . જેમાં ,

છોડનું નામ

વિતરણ કરેલ સંખ્યા

નિલગિરી

૫૦૦૦

સાદડ

૪૦૦

લીંમડા

૪૦૦

વાંસ

૩૦૦

જાંબુ

૧૦૦

પેંટો

૫૦૦

અરડૂસા

૪૦૦

ગુલમહોર

૫૦૦

તુલસી

૨૦૦

સીતાફળ

૧૦૦

આસોપાલવ

૧૦૦

સેવન

૫૦૦

                       કુલ :

૮૫૦૦

 

     સામાજિક વનીકરણ યોજના અંતર્ગત પોતાના ખેતરમાં અને સેડા ઉપર ૧૦ ખેડૂતોએ વૃક્ષારોપણ કરેલ છે , જેઓને છોડ ઉછેર માટે દરેક ખેડૂતને ૭/- રૂ. નિભાવ ખર્ચ મળશે ,  જેમાં ૨૦૦ છોડનું વાવેતર થયેલ છે .

 

 

v ઓનલાઈન ખેડૂત સહાય રજીસ્ટ્રેશન કાર્ય :

 

v ખેતીવાડી વિભાગના સહયોગથી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ( ગોડાઉન ) માટે ગૂજરાત  વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર ભલાડા દ્વારા ભલાડા ગામના ખેડૂતોને ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષ નિમિતે ૭૦ ફોર્મનું ઓનલાઈન નોધણી કરવામાં આવી , જેમાં ૩૦,૦૦૦/- સહાય મળવા પાત્ર છે .

v દેશી ગાય આધારિત  પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અંતર્ગત ભલાડા ગામના ૧૨૨ પશુ ધારકોની ઓનલાઈન નોધણી કરવામાં આવી , જેમાં વાર્ષિક ૧૦,૮૦૦/- રૂ. મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે .

v પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારું ભલાડા ગામના પશુ પાલકોને પ્રત્યેક કૃષિ કિટના ૧૩૫૦/-  માટે ૭૮ ખેડૂતોની ઓનલાઈન નોધણી કરવામાં આવી .

v ફળ –શાકભાજી પાકનું વેચાણ કરતાં નાના વેપારીઓને ગરમી , ઠંડી , વરસાદથી રક્ષણ મેળવવા માટે વિનામુલ્યે છત્રી આપવાની યોજનાના ૨૨ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા .

v બાગાયતી વિભાગના સહયોગથી શાકભાજી ખેતી કિટનું વિતરણ અનુ.જાતિ જ્ઞાતીના ખેડૂતો ને  કરવામાં આવ્યું  જેમાં

 

ગામનું નામ

કીટ વિતરણ સંખ્યા

ભલાડા

૨૧

નાદોલી

૦૭

વસ્તાણા

૦૭

સાયલા

૦૬

કુલ  :

૪૧

 

v આત્મા પ્રોજેકટ અંતર્ગત ચોમાસુ પાક ડાંગર બિયારણ અને ખાતર કિટનું વિતરણ ભલાડા ગામના ૦૮ ખેડૂતોને કરવામાં આવ્યું .


ઑગષ્ટ


v શતાબ્દી વર્ષ ઉજવણી નિમિતે ખેડૂતોને કીટ વિતરણ : (૮-૦૮-૨૦ )




v ઘર શાળા : (૧૦-૦૮-૨૦) 





v ૧૫મી ઑગષ્ટ   : (૧૫-૦૮-૨૦૨૦ )





શતાબ્દી  વર્ષ ઉજવણી નિમિતે વૃક્ષારોપણ : (૧૭-૦૮-૨૦)



 

v શતાબ્દી વર્ષ ઉજવણી નિમિતે રેડ ક્રોસ રક્ત સેવા .(૧૮-૦૮-૨૦)





v ગણેશ ઉત્સવ ની ઉજવણી નિમિતે ઓનલાઈન સ્પર્ધા : (૧૯-૮-૨૦ થી ૨૧-૮-૨૦)





v શતાબ્દી વર્ષ ઉજવણી નિમિત્તે ફરતુ પશુદવાખાનાની શરૂઆત  : (૨૧-૦૮-૨૦)




v વેસ્ટમાથી બેસ્ટ ( ૨૧-૦૮-૨૦)







v શતાબ્દી વર્ષ ઉજવણી નિમિતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અંતર્ગત તાલીમ : (૨૭-૦૮-૨૦) થી (૨૯-૦૮-૨૦)




v નેટ હાઉસની મુલાકાત : (૩૧-૦૮-૨૦)



v જીવામૃત પ્રોજેકટ અંતર્ગત સર્વે : (૩૧-૦૮-૨૦)



 સપ્ટેમ્બર 


v  વેસ્ટમાથી બેસ્ટ – તાલીમ : (૩-૯-૨૦  થી ૪-૯-૨૦)





v  શિક્ષક  દિનની ઉજવણી : (૫-૦૯-૨૦૨૦)




v  શતાબ્દી વર્ષ નિમિતે  શાકભાજી ધરું વિતરણ : (૮-૦૯-૨૦૨૦)


v  દીનદયાળ આવાસ યોજના સહાય સર્વે : (૧૦-૦૯-૨૦૨૦) 



v  હિન્દી દિવસ : (૧૪-૦૯-૨૦૨૦)



v  શાળા બંધ છે શિક્ષણ નહીં . : (૧૬-૦૯-૨૦૨૦)



v  રમત – ગમત ના સાધનો : (૧૭-૦૯-૨૦૨૦)


v  કિચન ગાર્ડન : (૧૮-૦૯-૨૦૨૦)



v સ્વાવલંબન વેબિનાર : (૧૯-૦૯-૨૦૨૦)



v  ઓનલાઈન તાલીમ અને પ્રમાણપત્ર : (૨૧-૦૯-૨૦૨૦) 





v  પ્રાથમિક સારવાર અને પશુ સારવાર : (૨૪-૦૯-૨૦૨૦)






v  શતાબ્દી વર્ષ નિમિતે – કુટુંબનું અન્ન સ્વાવલંબન સર્વે : (૩૦-૦૯-૨૦૨૦)





ગ્રામસેવા કેન્દ્ર ભલાડાની અન્ય પ્રવૃતિઓ

 

v  મહિલા ઉત્કર્સ યોજના સહાય સર્વે :

                ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર ભલાડા ગામમાં ગામના  મહિલાઓનું  ૧૦ ના જુથ બનાવી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્સ યોજના હેઠળ  ૧ લાખ રૂપિયાની લોનની આર્થિક સહાય મળી રહે તે માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું .

 

v  ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના  (વિધવા સહાય સર્વે) :

                   ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર ભલાડા ગામમાં ગામની  ૪૦ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના  હેઠળ (વિધવા મહિલા)ઓનો સર્વે કરી તેઓની નોધણી કરવામાં  આવી તેઓને માસિક સહાય મળવા પાત્ર થશે . 

v  પાલક માતા-પિતા ના 3 કુટુંબોને માસિક 3000/- રૂપિયાનો આર્થિક સહાય મળી રહે તે માટે ના ફોર્મ ભરવામાં આવ્યા.

v  એ.પી.એલ. કાર્ડને અંનત્યોદય કાર્ડમાં તબદીલ કરવા માટેના વિકલાંગતા ધરાવતા ૧૬  કુટુંબના દિવ્યાંગ વ્યક્તિઓને માહિતી અને માર્ગદર્શન આપી  ફોર્મ ભરી આપવામાં આવ્યા. 


ઓકટોબર 


૧.  ગાંધી જયંતિ




૨. શાળા બંધ છે , શિક્ષણ નહીં



૩. ઓનલાઈન તાલિમ અને પ્રમાણપત્ર

૪. મહિલા સશક્તિકરણ જાગૃતિ કાર્યક્રમ








૫. ગૂજરાત વિદ્યાપીઠ હિન્દી પ્રચાર સમિતિ



૬. ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપના દિન  




૭. દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ





૮. માનસિક સ્વાસ્થ અંગે વેબિનાર



૯. કૃષિ સુધારા વિધેયક વેબિનાર




૧૦. શ્રમ શિબિર







સમાચાર પ્રવૃતિ આવૃતિ 




નવેમ્બર 


૧. ખેડૂત શિબિર



 

૨. વર્મી કંપોસ્ટ ખાતર








 

૩.સ્વેટર સહાય

 


૪. કીટ વિતરણ





 

૫.  મુલાકાત અને માર્ગદર્શન







 

૬. શાળાનું ગૌરવ


ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત

 અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના ભલાડા ના

વિદ્યાર્થી  વિકેસ કુમાર ભરતભાઇ ભગોરા 

ધોરણ ૬ વર્ષ ૨૦૨૦-૨૧  માં જવાહર નવોદય વિદ્યાલય  પ્રવેશ માટે પસંદગી પામેલ છે.




 

૭.  પશુપાલન કીટ વિતરણ 





ડિસેમ્બર 


v  સર્વે બેઠક : ( ૯-૧૨-૨૦)






v  શાળા સફાઇ  : ( ૧૦-૧૨-૨૦૨૦)







v  કૃષિ કીટ સહાય: (૧૪-૧૨-૨૦૨૦)



 

કૃષિ કિટ ની કુલ કિમત

સબસિડી 

પશુપાલકોને ભરવા પાત્ર રકમ

કુલ લાભાર્થી     

કુલ કીટ રકમ

૨૦૫૫/-

૧૪૦૦/-

૬૫૫/-

૫૪

૩૫,૩૭૦ /-


v  ખેડૂત તાલીમ   : ( ૧૭-૧૨-૨૦૨૦ )




v  પશુ સારવાર : (૧૮-૧૨-૨૦૨૦ )





v  ખેડૂત પ્રવાસ : (૨૧-૨-૨૦૨૦)








v  રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવણી: (૨૩-૧૨-૨૦૨૦)




v  દાન : (ધાબળા વિતરણ ): (૨૪-૧૨-૨૦૨૦)







 સમાચાર પ્રવૃતિ આવૃતિ





જાન્યુઆરી 



v આર્થિક સામાજિક સર્વે શરૂઆત : (૦૬-૦૧-૨૦૨૧)


v ખેડૂત તાલીમ મુલાકાત : (૭-૦૧-૨૦૨૧)

































v  કીટ વિતરણ : (૧૧-૦૧-૨૦૨૧):





કિશાન ગોષ્ટી  સંવાદ: (૨૨-૦૧-૨૦૨૧):


v ૨૬ મી જાન્યુઆરી :




 
v ગાંધી નિર્વાણ દિન - શહિદ દિન  : (૩૦ -૦૧-૨૦૨૧ ):





સમાચાર પ્રવૃતિ આવૃતિ















ફેબ્રુઆરી 


v ગૂજરાત વિદ્યાપીઠ હિન્દી પ્રચાર સમિતિ (વિનીત પરીક્ષા) :

( ૧૩/૧૪-૦૨-૨૦૨૧)



v ગ્રામસેવા કેન્દ્ર સેનિટાઈજેશન : (સાવચેત રહી સુરક્ષિત બનીએ). (૧૫-૦૨-૨૦૨૧)




v કોરોના અંગે સાવચેતી અને જાગૃતતા (૧૭-૦૨-૨૦૨૧) :






v શાળાની શરૂઆત (૧૮-૦૨-૨૦૨૧) : 




v મચ્છર દવા છંટકાવ અને જળ શુધ્ધિકરણ(૨૦-૦૨-૨૦૨૧) : 





v વાંચન – લેખન  : (૨૨-૦૨-૨૦૨૧) :




v પ્રાથમિક આરોગ્ય તપાસ : (૨૪-૦૨-૨૦૨૧) :





v સ્વ રક્ષણ તાલિમ: (૨૭-૦૨-૨૦૨૧) :





માર્ચ -૨૦૨૧ 

દાંડીયાત્રા પ્રારંભ વિષે :      

 

                    દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ  મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના ૭૯ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. ૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા.

 

પૂર્વ તૈયારી

 

             ૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડાં પર કરવધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો.વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરી આ પ્રસ્તાવને ફગાવી દેતાં કૂચની તૈયારીઓએ ગતિ પકડી. ગાંધીજીએ ટીપ્પણી કરી કે, " મેં ઘૂંટણ ટેકવીને રોટલીનો ટુકડો માંગ્યો હતો બદલામાં મને પથ્થર મળ્યા." કૂચની પૂર્વ સંધ્યાએ હજારો ભારતીયો ગાંધીજીના પ્રાર્થનાસભાના ભાષણને સાંભળવા સાબરમતી આશ્રમે ઉમટી પડ્યા. ધ નેશનએ અહેવાલ છાપ્યો કે ગાંધીના યુદ્ધ હુંકારને સાંભળવા ૬૦૦૦૦ લોકો નદીકિનારે ઉમટી પડ્યાં.

 

પ્રથમ ૮૦ કૂચયાત્રી

દાંડીયાત્રામાં ૮૦  સૈનિકો જોડાયા હતા જેમાં ૬ સૈનિકો ખેડા જિલ્લાના હતા. (ત્રણ સોજિત્રાના )

 

                        ૧ . રાવજીભાઈ નાથાભાઈ પટેલ .                                       સોજિત્રા

                        ૨. શંકરભાઇ ભીખાભાઇ પટેલ .                                         સોજિત્રા

                        ૩. અંબાલાલ શંકરભાઇ પટેલ .                                          સોજિત્રા

                        ૪. માધવલાલ શાહ .                                                          ખંભાત

૫. શિવાભાઈ ગો. પટેલ .                                                  ચીખોદરા

                        ૬. સોમાભાઇ પ્રાગજીભાઈ પટેલ.                                           રાસ

 

               આ કૂચમાં ગાંધીજી સહિત કુલ ૮૦ સ્વયંસેવકોએ ભાગ લીધો જે પૈકી મોટાભાગનાની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની હતી. જેમ જેમ કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા.

 

 

 

ઇ  ઇતિહાસના પાને  :  

 

v  ૧૯૨૦થી સોજિત્રાના રાવજીભાઈ નાથાભાઈ પટેલ , ભાસ્કરભાઈ રામભાઇ પટેલ તથા મગનભાઇ પ્ર. દેસાઇએ મુંબઈની કોલેજનો ત્યાગ કર્યો અને દેશસેવા માટે જોડાયા.

 

v  મગનભાઇ દેસાઇ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સ્નાતક અને પારંગત થયા અને  આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. રાવજીભાઈ ના. પટેલ અને ખંભાતના માધવલાલ શાહ ગાંધીના સત્યાગ્રહ આશ્રમ સાબરમતીના અંતેવાસી બન્યા.

 

v  ૧૯૨૭ માં રેલસંકટના રાવજીભાઈ નાથાભાઈ પટેલ અને માધવલાલ શાહ ખેડા જિલ્લામાં રાહતકાર્યમાં લાગી ગયા.

 

v  ૧૯૩૦ માં દાંડીયાત્રામાં રાવજીભાઈ નાથાભાઈ પટેલ અને માધવલાલ શાહ જોડાયા.

 

v  ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ સાબરમતીના અંતેવાસીઓને ગામડે જવાની પ્રેરણા આપી , એ પ્રમાણે રાવજીભાઈ નાથાભાઈ પટેલ અને મધવલાલ શાહ માતર તાલુકાના ગામડાઓમાં આવીને વસ્યા. માધવલાલ શાહ ખાંધલીમાં રહ્યા અને ત્યાર બાદ માતરમાં કાયમી વસવાટ કર્યો.

 

v  રાવજીભાઈ નાથાભાઈ પટેલ લીંબાસી અને ૧૯૩૬માં દોઢ વર્ષ તેમની પત્ની ડાહીબહેન સાથે વસઇમાં અગવાડો ભરેલું આશ્રમી જીવન જીવ્યા અને ત્યારબાદ ૧૯૩૭માં ભલાડામાં વસવાટ કર્યો .

 

v  ૧૯૩૯માં સરદાર સાહેબના હસ્તે ભલાડા ઉદ્યોગમંદિર આશ્રમનો પાયો નંખાયો.

 

v  ૧૯૪૨માં શ્રી મોરરજીભાઈ દેસાઇએ ઉદ્યોગમંદિરનું ઉદગાટન કર્યું .

 

v  કાંતણ , વણાટ અને ખાદી ઉત્પતિ તરીકે ભલાડા ઉદ્યોગમંદિર જાણીતું બન્યું .

 

v  સત્યાગ્રહ આશ્રમ , સાબરમતીના જ આદર્શ મુજબ આશ્રમજીવન ગોઠવાયું. રાવજીભાઈ નાથાભાઈ પટેલ , કાશીબહેન પરસોત્તમદાસ પટેલ  ભલાડા , ખાંધલીના ચૂનીભાઈ મરઘાભાઈ પટેલ, લીંબાસીના કેશવલાલ બકોરદાસ શાહ તથા સાથીદારોનું , સેવકોનું ભલાડા પ્રવૃતિધામ બન્યું. 

 

v  ૧૯૪૨માં હિન્દ છોડોની લડતની ગાંધીજીએ હાકલ કરી ત્યારે તેમાં જોડાઈ શ્રી કાશીબહેને જેલ યાત્રા કરી.

 

v  ૧૯૭૭-૭૮ માં તત્કાલીન વડાપ્રધાન સ્વ. શ્રી મોરરજીભાઈ દેસાઇએ ભલાડા આશ્રમશાળાના મકાનનું ખાતમુરત કર્યું .

 

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે....


v રાષ્ટ્રીય રમકડાં મેળો (ઓનલાઈન ):( ૨-૩-૨૦૨૧)



v વિશ્વ વન્યજીવ દિવસ : (3-૩-૨૦૨૦): 




v સજીવ ખેતી તાલિમ શિબિર :  :( ૪-૩-૨૦૨૧)








v વિશ્વ મહિલા દિવસની ઉજવણી: (૮-૩-૨૦૨૧):

























v દાંડી યાત્રા : (૧૨ માર્ચ )





v સજીવ ખેતી તાલિમ : (૧૬-૩-૨૦૨૧):






v આંતરરાષ્ટ્રીય વન દિવસ : (૨૧-૩-૨૦૨૧):


સમાચાર પ્રવૃતિ આવૃતિ






એપ્રિલ - મે- ૨૦૨૧ 

૧. ખેડૂત મિટિંગ – વર્ચ્યુઅલ .

૨. સમૂહ સફાઇ .

૩. સેવા કીટ વિતરણ.

૪. કુદરતી આફત સામે વીજળી વિભાગની કામગીરી.

૫. કુદરતી આફત સામે નુકસાન અંગે સમારકામ.

૬. ખેતી અને ગૌશાળાની કામગીરી.

૭. ગૌશાળા પશુધન માંથી તૈયાર થયેલ છાણીયું ખાતર 


જુન - ૨૦૨૧ 

૧. શૈક્ષણિક વિડીયો કોન્ફરન્સનું આયોજન

૨. રેડકોશ સોસાયટી તારાપુર મુલાકાત

૩. વિશ્વ પર્યાવરણ દિવસ  નિમિતે વૃક્ષારોપણ

૪. રક્તદાન શિબિર

૫. પરબ સફાઇ  

૬. ગૌશાળા - ગાય સારવાર

૭. ચોમાસું ખેતી પૂર્વ આયોજન

૮. કીટ વિતરણ

૯. છોડનું વિતરણ અને વૃક્ષારોપણ

૧૦. સમાજ કલ્યાણ શ્રમ ,રોજગાર યોજના સહાય માર્ગદર્શન

૧૧. બી.પી.એલ.કાડૅ ધારક બહેનો તાલીમ

૧૨. વાલી સંપર્ક અને પુસ્તક વિતરણ

૧૩. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઈન ખેડૂત મિટિંગ


જુલાઇ -૨૦૨૧ 


૧. ખેડૂત ક્ષેત્રીય તાલીમ

૨. તોરણ તાલીમ શિબિર

૩. વમીકંપોસ્ટ ખાતર નિદશૅન બહેનો

૪. જીવામૃત

૫. ખાતર નો છંટકાવ

૬. ડાંગર રોપણી

૭. છત્રી વિતરણ

૮. આર્થિક સામાજિક સર્વે

૯. ફરતું પશુદવાખાનું

૧૦. પ્રાથમિક સારવાર

૧૧. મહીલા સશક્તિકરણ કાર્યક્રમ




No comments:

Post a Comment