v વાલી સંપર્ક : (૦૮-૦૬-૨૦૨૦ )
v વિકલાંગો માટે કીટનું વિતરણ: (૧૩-૦૬-૨૦૨૦ )
v
v ઘર શાળા :પાઠ્ય પુસ્તક વિતરણ : (૨૨-૦૬-૨૦૨૦)
ગ્રામસેવા કેન્દ્ર ભલાડાની સેવાકીય પ્રવૃતિઓ
v આરોગ્ય લક્ષી કાર્ય :
v માં અમૃતમ યોજના અંતર્ગત ભલાડા ગામના જરૂરિયાત મંદ પરિવાઓને
વિનામુલ્યે આરોગ્યલક્ષી સારવાર માટે માં અમૃતમ અને આયુષ્યમાં કાર્ડ ૪૮ કાઢી
આપવામાં આવ્યા , જેમાં પરિવારના પાંચ સભ્યોને પાંચ લાખની આરોગ્યલક્ષી સારવાર
આરોગ્ય વિભાગ દ્વારા સૂચવેલ હોસ્પિટલોમાં વિના મૂલ્યે મળશે .
v કોનકોર્ડ બાયોટેક લીમિટેડ માતર તાલુકાના સહયોગથી ભલાડા ગામમાં દર
ગુરુવારે વિનામુલ્યે પ્રાથમિક સારવાર કાર્ય શરૂ કરવામાં આવ્યું .
v રેડક્રોસ સોસાયટી ખેડા – આણંદ જિલ્લાના સહયોગથી ભલાડા ગામના
જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓને લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે .
v ચારુસેટ હોસ્પિટલ ચાંગા , જાયડસ હોસ્પિટલ આણંદ , મહાગુજરાત હોસ્પિટલ , ચરોતર હોસ્પિટલ ખેડા , ક્રુષ્ણ હોસ્પિટલ કરમસદ ના સહયોગથી ભલાડા ગામના દર્દીઓ માટેની
આરોગ્યલક્ષી સારવાર માટે કાર્ય થાય છે.
v વૃક્ષોનું જતન :
v
વન વિભાગ માતર
તાલુકાનાં સહયોગથી ભલાડા ગામના ખેડૂતોને શતાબ્દી વર્ષ ઉજવણી નિમિતે છોડ નું વિતરણ
કરવામાં આવ્યું . જેમાં ,
છોડનું નામ |
વિતરણ કરેલ સંખ્યા |
નિલગિરી |
૫૦૦૦ |
સાદડ |
૪૦૦ |
લીંમડા |
૪૦૦ |
વાંસ |
૩૦૦ |
જાંબુ |
૧૦૦ |
પેંટો |
૫૦૦ |
અરડૂસા |
૪૦૦ |
ગુલમહોર |
૫૦૦ |
તુલસી |
૨૦૦ |
સીતાફળ |
૧૦૦ |
આસોપાલવ |
૧૦૦ |
સેવન |
૫૦૦ |
કુલ : |
૮૫૦૦ |
સામાજિક વનીકરણ યોજના
અંતર્ગત પોતાના ખેતરમાં અને સેડા ઉપર ૧૦ ખેડૂતોએ વૃક્ષારોપણ કરેલ છે , જેઓને છોડ ઉછેર માટે દરેક ખેડૂતને ૭/- રૂ. નિભાવ ખર્ચ મળશે , જેમાં ૨૦૦ છોડનું વાવેતર
થયેલ છે .
v ઓનલાઈન ખેડૂત સહાય રજીસ્ટ્રેશન કાર્ય :
v
ખેતીવાડી
વિભાગના સહયોગથી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ( ગોડાઉન ) માટે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર ભલાડા દ્વારા
ભલાડા ગામના ખેડૂતોને ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષ નિમિતે ૭૦ ફોર્મનું ઓનલાઈન
નોધણી કરવામાં આવી , જેમાં ૩૦,૦૦૦/- સહાય મળવા પાત્ર છે .
v
દેશી ગાય
આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને એક
ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અંતર્ગત ભલાડા ગામના ૧૨૨ પશુ ધારકોની
ઓનલાઈન નોધણી કરવામાં આવી , જેમાં વાર્ષિક ૧૦,૮૦૦/- રૂ. મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે .
v
પ્રાકૃતિક કૃષિ
પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારું ભલાડા ગામના પશુ પાલકોને પ્રત્યેક કૃષિ કિટના
૧૩૫૦/- માટે ૭૮ ખેડૂતોની ઓનલાઈન નોધણી
કરવામાં આવી .
v
ફળ –શાકભાજી
પાકનું વેચાણ કરતાં નાના વેપારીઓને ગરમી , ઠંડી , વરસાદથી રક્ષણ મેળવવા માટે વિનામુલ્યે છત્રી આપવાની યોજનાના ૨૨
ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા .
v
બાગાયતી વિભાગના
સહયોગથી શાકભાજી ખેતી કિટનું વિતરણ અનુ.જાતિ જ્ઞાતીના ખેડૂતો ને કરવામાં આવ્યું જેમાં
ગામનું નામ |
કીટ વિતરણ સંખ્યા |
ભલાડા |
૨૧ |
નાદોલી |
૦૭ |
વસ્તાણા |
૦૭ |
સાયલા |
૦૬ |
કુલ : |
૪૧ |
v આત્મા પ્રોજેકટ અંતર્ગત ચોમાસુ પાક ડાંગર બિયારણ અને ખાતર કિટનું
વિતરણ ભલાડા ગામના ૦૮ ખેડૂતોને કરવામાં આવ્યું .
ઑગષ્ટ
v શતાબ્દી વર્ષ ઉજવણી નિમિતે ખેડૂતોને કીટ વિતરણ : (૮-૦૮-૨૦ )
v ઘર શાળા : (૧૦-૦૮-૨૦)
v ૧૫મી ઑગષ્ટ : (૧૫-૦૮-૨૦૨૦ )
શતાબ્દી વર્ષ ઉજવણી નિમિતે વૃક્ષારોપણ : (૧૭-૦૮-૨૦)
v શતાબ્દી વર્ષ ઉજવણી નિમિતે રેડ ક્રોસ રક્ત સેવા .(૧૮-૦૮-૨૦)
v ગણેશ ઉત્સવ ની ઉજવણી નિમિતે ઓનલાઈન સ્પર્ધા : (૧૯-૮-૨૦ થી ૨૧-૮-૨૦)
v શતાબ્દી વર્ષ ઉજવણી નિમિત્તે ફરતુ પશુદવાખાનાની શરૂઆત : (૨૧-૦૮-૨૦)
v વેસ્ટમાથી બેસ્ટ ( ૨૧-૦૮-૨૦)
v શતાબ્દી વર્ષ ઉજવણી નિમિતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અંતર્ગત તાલીમ :
(૨૭-૦૮-૨૦) થી (૨૯-૦૮-૨૦)
v નેટ હાઉસની મુલાકાત : (૩૧-૦૮-૨૦)
v જીવામૃત પ્રોજેકટ અંતર્ગત સર્વે : (૩૧-૦૮-૨૦)
v વેસ્ટમાથી બેસ્ટ – તાલીમ : (૩-૯-૨૦ થી ૪-૯-૨૦)
v શિક્ષક દિનની ઉજવણી : (૫-૦૯-૨૦૨૦)
v શતાબ્દી વર્ષ નિમિતે શાકભાજી
ધરું વિતરણ : (૮-૦૯-૨૦૨૦)
v દીનદયાળ આવાસ યોજના સહાય સર્વે : (૧૦-૦૯-૨૦૨૦)
v રમત – ગમત ના સાધનો : (૧૭-૦૯-૨૦૨૦)
v કિચન ગાર્ડન : (૧૮-૦૯-૨૦૨૦)
v સ્વાવલંબન વેબિનાર : (૧૯-૦૯-૨૦૨૦)
v ઓનલાઈન તાલીમ અને પ્રમાણપત્ર : (૨૧-૦૯-૨૦૨૦)
v પ્રાથમિક સારવાર અને પશુ સારવાર : (૨૪-૦૯-૨૦૨૦)
v શતાબ્દી વર્ષ નિમિતે – કુટુંબનું અન્ન સ્વાવલંબન સર્વે : (૩૦-૦૯-૨૦૨૦)
ગ્રામસેવા કેન્દ્ર ભલાડાની અન્ય પ્રવૃતિઓ
v મહિલા ઉત્કર્સ યોજના સહાય સર્વે :
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ
સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર ભલાડા ગામમાં ગામના
મહિલાઓનું ૧૦ ના જુથ બનાવી મુખ્યમંત્રી
મહિલા ઉત્કર્સ યોજના હેઠળ ૧ લાખ રૂપિયાની
લોનની આર્થિક સહાય મળી રહે તે માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું .
v ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
(વિધવા સહાય સર્વે) :
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ
સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર ભલાડા ગામમાં ગામની
૪૦ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
હેઠળ (વિધવા મહિલા)ઓનો સર્વે કરી તેઓની નોધણી કરવામાં આવી તેઓને માસિક સહાય મળવા પાત્ર થશે .
v પાલક માતા-પિતા ના 3 કુટુંબોને માસિક 3000/- રૂપિયાનો આર્થિક સહાય
મળી રહે તે માટે ના ફોર્મ ભરવામાં આવ્યા.
v એ.પી.એલ. કાર્ડને અંનત્યોદય કાર્ડમાં તબદીલ કરવા માટેના વિકલાંગતા
ધરાવતા ૧૬ કુટુંબના દિવ્યાંગ વ્યક્તિઓને માહિતી
અને માર્ગદર્શન આપી ફોર્મ ભરી આપવામાં આવ્યા.
૧. ગાંધી જયંતિ
૨. શાળા બંધ છે , શિક્ષણ નહીં
૩. ઓનલાઈન તાલિમ અને પ્રમાણપત્ર
૪. મહિલા સશક્તિકરણ જાગૃતિ કાર્યક્રમ
૫. ગૂજરાત વિદ્યાપીઠ હિન્દી પ્રચાર સમિતિ
૭. દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ
૮. માનસિક સ્વાસ્થ અંગે વેબિનાર
૯. કૃષિ સુધારા વિધેયક વેબિનાર
૧૦. શ્રમ શિબિર
સમાચાર પ્રવૃતિ આવૃતિ
નવેમ્બર
૧. ખેડૂત શિબિર
૨. વર્મી કંપોસ્ટ ખાતર
૩.સ્વેટર
સહાય
૪. કીટ
વિતરણ
૫. મુલાકાત અને માર્ગદર્શન
૬. શાળાનું
ગૌરવ
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત
અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના ભલાડા ના
વિદ્યાર્થી વિકેસ કુમાર ભરતભાઇ ભગોરા
ધોરણ ૬ વર્ષ ૨૦૨૦-૨૧ માં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે પસંદગી પામેલ છે.
૭. પશુપાલન કીટ વિતરણ
ડિસેમ્બર
v સર્વે બેઠક : ( ૯-૧૨-૨૦)
v શાળા સફાઇ : ( ૧૦-૧૨-૨૦૨૦)
v ખેડૂત તાલીમ : ( ૧૭-૧૨-૨૦૨૦ )
v પશુ સારવાર : (૧૮-૧૨-૨૦૨૦ )
v ખેડૂત પ્રવાસ : (૨૧-૨-૨૦૨૦)
v રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવણી: (૨૩-૧૨-૨૦૨૦)
v દાન : (ધાબળા વિતરણ ): (૨૪-૧૨-૨૦૨૦)
સમાચાર પ્રવૃતિ આવૃતિ
જાન્યુઆરી
v આર્થિક સામાજિક સર્વે શરૂઆત : (૦૬-૦૧-૨૦૨૧)
v ખેડૂત તાલીમ મુલાકાત : (૭-૦૧-૨૦૨૧)
v કીટ વિતરણ : (૧૧-૦૧-૨૦૨૧):
ફેબ્રુઆરી
v ગૂજરાત વિદ્યાપીઠ હિન્દી પ્રચાર સમિતિ (વિનીત પરીક્ષા) :
( ૧૩/૧૪-૦૨-૨૦૨૧)
v ગ્રામસેવા કેન્દ્ર સેનિટાઈજેશન : (સાવચેત રહી સુરક્ષિત બનીએ). (૧૫-૦૨-૨૦૨૧)
v કોરોના અંગે સાવચેતી અને જાગૃતતા (૧૭-૦૨-૨૦૨૧) :
v શાળાની શરૂઆત (૧૮-૦૨-૨૦૨૧) :
v મચ્છર દવા છંટકાવ અને જળ શુધ્ધિકરણ(૨૦-૦૨-૨૦૨૧) :
v વાંચન – લેખન : (૨૨-૦૨-૨૦૨૧) :
v પ્રાથમિક આરોગ્ય તપાસ : (૨૪-૦૨-૨૦૨૧) :
v સ્વ રક્ષણ તાલિમ: (૨૭-૦૨-૨૦૨૧) :
માર્ચ -૨૦૨૧
દાંડીયાત્રા પ્રારંભ વિષે :
દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં
અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦
દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ
મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ
કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના ૭૯
વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. ૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ
અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક
દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી
કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલ ના રોજ
સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો
કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ
થયા.
પૂર્વ
તૈયારી
૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ
વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ
આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી
કપડાં પર કરવધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા
તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો.વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરી
આ પ્રસ્તાવને ફગાવી દેતાં કૂચની તૈયારીઓએ ગતિ પકડી. ગાંધીજીએ ટીપ્પણી કરી કે, " મેં ઘૂંટણ
ટેકવીને રોટલીનો ટુકડો માંગ્યો હતો બદલામાં મને પથ્થર મળ્યા." કૂચની પૂર્વ
સંધ્યાએ હજારો ભારતીયો ગાંધીજીના પ્રાર્થનાસભાના ભાષણને સાંભળવા સાબરમતી આશ્રમે
ઉમટી પડ્યા. ધ નેશનએ અહેવાલ છાપ્યો કે ગાંધીના યુદ્ધ હુંકારને સાંભળવા ૬૦૦૦૦
લોકો નદીકિનારે ઉમટી પડ્યાં.
પ્રથમ ૮૦ કૂચયાત્રી
દાંડીયાત્રામાં
૮૦ સૈનિકો જોડાયા હતા જેમાં ૬ સૈનિકો
ખેડા જિલ્લાના હતા. (ત્રણ સોજિત્રાના ) ૧ . રાવજીભાઈ નાથાભાઈ પટેલ .
સોજિત્રા ૨. શંકરભાઇ ભીખાભાઇ
પટેલ .
સોજિત્રા ૩. અંબાલાલ શંકરભાઇ પટેલ
.
સોજિત્રા ૪. માધવલાલ શાહ .
ખંભાત ૫. શિવાભાઈ ગો. પટેલ .
ચીખોદરા ૬. સોમાભાઇ પ્રાગજીભાઈ પટેલ.
રાસ |
ઇ ઇતિહાસના પાને :
v ૧૯૨૦થી સોજિત્રાના રાવજીભાઈ નાથાભાઈ પટેલ , ભાસ્કરભાઈ રામભાઇ પટેલ
તથા મગનભાઇ પ્ર. દેસાઇએ મુંબઈની કોલેજનો ત્યાગ કર્યો અને દેશસેવા માટે જોડાયા.
v મગનભાઇ દેસાઇ ગૂજરાત
વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સ્નાતક અને પારંગત થયા અને આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. રાવજીભાઈ ના. પટેલ અને
ખંભાતના માધવલાલ શાહ ગાંધીના સત્યાગ્રહ આશ્રમ સાબરમતીના અંતેવાસી બન્યા.
v ૧૯૨૭ માં રેલસંકટના રાવજીભાઈ નાથાભાઈ પટેલ અને માધવલાલ શાહ ખેડા
જિલ્લામાં રાહતકાર્યમાં
લાગી ગયા.
v ૧૯૩૦ માં દાંડીયાત્રામાં
રાવજીભાઈ નાથાભાઈ પટેલ અને માધવલાલ શાહ જોડાયા.
v ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ સાબરમતીના અંતેવાસીઓને ગામડે જવાની
પ્રેરણા આપી , એ પ્રમાણે રાવજીભાઈ નાથાભાઈ પટેલ અને મધવલાલ શાહ માતર તાલુકાના
ગામડાઓમાં આવીને વસ્યા. માધવલાલ શાહ ખાંધલીમાં રહ્યા અને ત્યાર બાદ માતરમાં કાયમી વસવાટ કર્યો.
v રાવજીભાઈ નાથાભાઈ પટેલ લીંબાસી અને ૧૯૩૬માં દોઢ વર્ષ તેમની પત્ની ડાહીબહેન સાથે વસઇમાં અગવાડો ભરેલું આશ્રમી
જીવન જીવ્યા અને ત્યારબાદ ૧૯૩૭માં ભલાડામાં વસવાટ કર્યો .
v ૧૯૩૯માં સરદાર સાહેબના હસ્તે ભલાડા ઉદ્યોગમંદિર આશ્રમનો પાયો નંખાયો.
v ૧૯૪૨માં શ્રી મોરરજીભાઈ
દેસાઇએ ઉદ્યોગમંદિરનું ઉદગાટન કર્યું .
v કાંતણ , વણાટ અને ખાદી ઉત્પતિ તરીકે ભલાડા ઉદ્યોગમંદિર જાણીતું બન્યું .
v સત્યાગ્રહ આશ્રમ , સાબરમતીના જ આદર્શ મુજબ આશ્રમજીવન ગોઠવાયું. રાવજીભાઈ નાથાભાઈ પટેલ , કાશીબહેન પરસોત્તમદાસ પટેલ ભલાડા , ખાંધલીના ચૂનીભાઈ મરઘાભાઈ પટેલ, લીંબાસીના કેશવલાલ બકોરદાસ શાહ તથા સાથીદારોનું , સેવકોનું
ભલાડા પ્રવૃતિધામ બન્યું.
v ૧૯૪૨માં હિન્દ
છોડોની લડતની ગાંધીજીએ હાકલ કરી ત્યારે તેમાં જોડાઈ શ્રી કાશીબહેને જેલ યાત્રા કરી.
v ૧૯૭૭-૭૮ માં તત્કાલીન વડાપ્રધાન સ્વ. શ્રી મોરરજીભાઈ દેસાઇએ ભલાડા
આશ્રમશાળાના મકાનનું ખાતમુરત કર્યું .
વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે....
v રાષ્ટ્રીય રમકડાં મેળો (ઓનલાઈન ):( ૨-૩-૨૦૨૧)
v વિશ્વ વન્યજીવ દિવસ : (3-૩-૨૦૨૦):
v સજીવ ખેતી તાલિમ શિબિર : :(
૪-૩-૨૦૨૧)
v વિશ્વ મહિલા દિવસની ઉજવણી: (૮-૩-૨૦૨૧):
v દાંડી યાત્રા : (૧૨ માર્ચ )
v સજીવ ખેતી તાલિમ : (૧૬-૩-૨૦૨૧):
v આંતરરાષ્ટ્રીય વન દિવસ : (૨૧-૩-૨૦૨૧):
સમાચાર પ્રવૃતિ આવૃતિ
એપ્રિલ - મે- ૨૦૨૧
૧. ખેડૂત મિટિંગ –
વર્ચ્યુઅલ .
૨. સમૂહ સફાઇ .
૩. સેવા કીટ વિતરણ.
૪. કુદરતી આફત સામે વીજળી
વિભાગની કામગીરી.
૫. કુદરતી આફત સામે
નુકસાન અંગે સમારકામ.
૬. ખેતી અને ગૌશાળાની
કામગીરી.
૭. ગૌશાળા પશુધન માંથી
તૈયાર થયેલ છાણીયું ખાતર
જુન - ૨૦૨૧
૧. શૈક્ષણિક
વિડીયો કોન્ફરન્સનું આયોજન
૨. રેડકોશ
સોસાયટી તારાપુર મુલાકાત
૩. વિશ્વ
પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ
૪. રક્તદાન
શિબિર
૫. પરબ સફાઇ
૬. ગૌશાળા -
ગાય સારવાર
૭. ચોમાસું
ખેતી પૂર્વ આયોજન
૮. કીટ
વિતરણ
૯. છોડનું
વિતરણ અને વૃક્ષારોપણ
૧૦. સમાજ
કલ્યાણ શ્રમ ,રોજગાર યોજના સહાય માર્ગદર્શન
૧૧. બી.પી.એલ.કાડૅ
ધારક બહેનો તાલીમ
૧૨. વાલી
સંપર્ક અને પુસ્તક વિતરણ
૧૩. આત્મા
પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઈન ખેડૂત મિટિંગ
જુલાઇ -૨૦૨૧
૧. ખેડૂત ક્ષેત્રીય
તાલીમ
૨. તોરણ
તાલીમ શિબિર
૩. વમીકંપોસ્ટ
ખાતર નિદશૅન બહેનો
૪. જીવામૃત
૫. ખાતર નો
છંટકાવ
૬. ડાંગર
રોપણી
૭. છત્રી
વિતરણ
૮. આર્થિક
સામાજિક સર્વે
૯. ફરતું
પશુદવાખાનું
૧૦. પ્રાથમિક
સારવાર
૧૧. મહીલા
સશક્તિકરણ કાર્યક્રમ