Friday, 20 April 2012

કહેવતો


કહેવતો

- દળ ફરે વાદળ ફરે ,
ફરે નદી ના પુર પણ શુરા બોલ્યા નવ ફરે ,
ભલે પશ્ચિમ ઉગે સૂર.
-
ઉતાવળે આંબા ના પાકે
- ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
-
આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.
-
વારા ફરથી વારો અને મારા પછી તારો.
-
વઘારેલી ખીચડી દાઢે વાળગી.
-
ન બોલવામાં નવ ગુણ.
-
બોલે એના બોર વેચાય.
-
કાગડો દહીંથરુ લઇ ગયો.
-
વિદ્યા વિનય થી શોભે છે.
-
સાહસ વિના સિદ્ધિ નથી.
-
કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.
-
વાંદરા ને સીડી ના અપાય.
-
કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
-
ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
-
નામ છે એનો નાશ છે.
-
કુવામાં હોય તો હવાડા માં આવે.
-
બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
-
મોર ના ઇંડા ચીતરવા ના પડે.
-
જેવો દેશ તેવો વેશ.
-
જેવો સંગ તેવો રંગ.
-
જેની લાઠી એની ભેંસ.
-
જેવું વાવો તેવુ લણો.
-
ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
-
સો વાત ની એક વાત.
-
દુર થી ડુંગરા રળિયામણા.
-
મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
-
સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.
-આવડે નહિઁ ઘેઁશ (ખીચડી) ને રાઁધવા બેસ
-
ડાહી સાસરે જાય નહિઁ ને ગાઁડી ને શિખામણ આપે
-
ઠોઠ નિશાળા ને વત્તરણાઁ ઝાઝાઁ
-
તારુઁ મારુઁ સહિયારુઁ ને મારુઁ મારાઁ બાપનુઁ
-
હઁગીને આહડવા બેસવુઁ
-
હાલ હાલ હલ્લુની માશી (હાલતો થા)
-
ગાજ્યાઁ વરસાદ વરસે નહિઁ ને ભસ્યાઁ કુતરાઁ કરડે નહિઁ
-
ઘી ઢોળાયુઁ તો ખીચડી માઁ
-
પેટ કરાવે વેઁઠ
-
દીધે પે દયા ભલી
-
ઘરના છોકરાઁ ઘઁટી ચાટે
-
ઘર બાળીને તીરથ ન કરાય
-
ગામના મહેલ જોઈને આપણાઁ ઝુપડાઁ તોડી ન નખા
·  થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.
·  થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.
·  થાકશે, ત્યારે પાકશે.
·  વાર્યાં ના વરે, હાર્યાં વરે.
·  થોડું બોલે તે થાંભલો કોરે.
·  થોડું સો મીઠું.
·  થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.
·  થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.
·  થોડે નફે બમણો વકરો.
·  થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.
·  થોડે બોલે થોડું ખાય.
·  થોડે થોડે ઠીક જ થાય.
·  પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.
·  અંતે ધર્મો જય, પાપો ક્ષય.
·  ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.
·  અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.
- વા વાત લઇ જાય. માઠા ખબર વીજળીવેગે જાય.
-
સાસ ત્યાં સુધી શોષ. જીવે ત્યાં સુધી જંજાળ. દમ ત્યાં લગી દવા.
         
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.
-કહે નેપોલિયન દેશને
કરવા આબાદાન
ભલું ભણાવો પુત્રીને
તો શાણી થાનાર. (jodakna / kahvatoe in Gujarati. Literature and art site)

હસતે મુખ રસ્તામાં વેર્યા,

-હસતે મુખ રસ્તામાં વેર્યા,
ફૂલ નશીબે ગુલાબ કેરા.
નીચા વળીને વીણીશું ક્યારે?
આજે આજે ભાઇ અત્યારે. (n Gujarati. Literature and art site)
-મા તે મા બીજા બધા વગડાના વા.
-ઘોડે સ્વારી કરતો બાપ મરજો,
પણ દળણા દળતી મા ન મરજો.

No comments:

Post a Comment