Tuesday, 27 December 2011
Friday, 16 December 2011
Thursday, 15 December 2011
શાળા સંકુલ
પ્રવેશ દ્વાર
કહેવાય છે કે વધુ પડતું કામ કરીએ એટલે થાક લાગે.અને પછી થાકનો ઇલાજ આરામ કરવો, એટલે કે કાંઇ જ ન કરવું. પરંતુ ખરી વાત એ છે કે તમારું કામ તમે કુશળતાથી કરતા રહો, તો તમને થાક સહેલાઇથી લાગતો નથી.તમારા કામમાં જો તમને રસ હશે, તો ઘણા લાંબા સમય સુધી તમે વિના થાક્યે કામ કરી શકશો.એટલે કામનો થાક ઉતારવાનો મુખ્ય ઇલાજ એ છે કે તમને રસ પડે એવુ બીજું કામ હાથમાં લેવું.કામ સદંતર બંદ કરી દઇને પ્રમાદમાં સરી પડવું, એ કાંઇ થાક ઉતારવાનો સાચો ઇલાજ નથી. જે કામ તમે આનંદથી અને શાંતિથી કરી શકો છો, તે તમારે માટે એક ટોનિક જેવું બની રહે છે,એ તમારો સક્રિય આરામ જ હોય છે. પણ જે કામમાં તમને રસ નહિ હોય,કોઇ ફરજરૂપે કે વેઠની રીતે તમે એ કરતા હશો, તો તેવું કામ તમને થોડી વારમાં જ થકવી નાખશે.એટલે થાકનો ખરો ઇલાજ એ છે કે પોતાના કામમાં ખરેખર રસ લેતા રહેવું. દરેક કામને ફરજ નહિ પરંતુ કામથી આનંદ અને મનની શાંતિ માનવી.
શાળાનાં વાતાવરણ અંગેનો ખ્યાલ આપણને શાળાના પ્રવેશ દ્વાર થકી મળે.અમારિ શાળાના આ પ્રવેશ દ્વારમાંથી કેટલાય વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે કેળવણી લીધી અને કેટલાય મહાનુભાઓએ મુલાકાત લીધી.જે પણ બાળકો પ્રવેશ મેળવતા ગયા તેઓ શિક્ષણની સાથે સમયપાલન,સુઘડતા,સાદાઇ,ચોક્સાઇ,કાળજી,માનવપ્રેમ,સાત્વિકતા,સત્યતા,પ્રસન્નતા,નિર્મળતા,સાદાઇના,

સ્વાવલંબન અને એકતાના ગુણો શીખતા ગયા.
Subscribe to:
Posts (Atom)